આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર:

જામનગરની જીવાદોરી ગણાતા રણજીતસાગર ડેમમાં નવા નીર આવતા જામનગર મહાનગર પાલિકાના મહાનુભાવો દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા

જામનગરમાં વ્યાપક વરસાદ ના કારણે શહેરીજનો માટે જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ રાતોરાત છલકાઈ ઓવરફ્લો થતા શહેર ઉપરનું જળ સંકટ ટળી ગયું છે અને લોકો માટે પાણીની સમસ્યા હળવી બની છે જેના ભાગરૂપે જામનગરના મેયર બિનાબેન કોઠારી અને ભાજપ શહેર પ્રમુખ ડોકટર વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવો દ્વારા ડેમમાં આવેલ નવા નીરનું પૂજન કરી પુષ્પ અર્પણ કરી પાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રણજીતસાગર ડેમમાં આવેલા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન મનીષ કટારીયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, ભાજપ મહામંત્રી પ્રકાશ બાંભણીયા, ભાજપના કોર્પોરેટરો સહિત આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા.

બાઇટ – બિનાબેન કોઠારી (મેયર )

https://youtube.com/shorts/Gm91e24JWbw?feature=share

TejGujarati