શૈક્ષણીક સંસ્થાઓમાં મિલીટરી
ટ્રેઈનીંગ હોવી જોઈએ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. યુનિટ ધ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી પ્રસંગે “દેશ પ્રત્યેની મારી ફરજ” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે શૈક્ષણીક સંસ્થાઓમાં મિલીટરી ટ્રેઈનીંગ લેવી ફરજીયાત હોવી જોઈએ. જેથી દેશ પ્રત્યેની વફાદારી તથા કમીટમેન્ટ યુવાનોમાં સ્થાપી શકાય. આજની યુવા પેઢીમાં શીસ્ત, સંસ્કાર તથા સંયમના પાઠ શીખવા માટે પણ કોલેજોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થવુ જોઈએ. દેશ પ્રત્યેની સૌથી પહેલી ફરજ એ છે કે દેશની અસ્મીતાને ઠેસ પહોચે તેવી પ્રવૃત્તિ કરીશ નહિ તથા ટેક્ષ ચોરી પણ નહી કરૂ. ભારત દેશમાં કુલ વસ્તીના ૬૫% લોકો યુવાનો છે. આ યુવાનોને પુરતી ટ્રેઈનીંગ આપીને તેમની સ્કીલ તથા આવડતને ધ્યાનમાં રાખીને દેશની પ્રગતીમાં સામેલ કરવા જોઈએ. એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના મુજબ દેશની સલામતી, પ્રગતી તથા પૂરતી તકો ઉભી કરીને દેશની ભવ્ય સંસ્કૃતી તથા વારસાની પુન:સ્થાપના કરવી જોઈએ. આ કાર્યક્રમમાં કોલેજના પ્રા.મહેશ સોનારા તથા એન.સી.સી. ઓફીસર પ્રા.મહેન્દ્ર વસાવાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યુ હતુ.

TejGujarati