પુરી પાણી મસાલેદાર જોડી ની ચટાકેદાર લવ સ્ટોરી શેમારૂમી પર 23rd સપ્ટેમ્બર થી

મનોરંજન

 

 

ગુજરાતી વેબ સિરીઝ પુરી પાણી એ મસાલેદાર ચટપટા કપલ ની સ્ટોરી છે, બધી જોડી પુરી પાણી જેવી જ હોય છે.. કોઈ ખાલી પુરી જેવું તો કોઈ મીઠું પાણી કે તીખું પાણી જેવું.. આ વેબ સિરીઝમાં પણ આવુજ કઈ છે..

 

આ બે પરિવારની વાર્તા છે. ભૌમિક સંપટ કેવી રીતે મહેનત કરીને આગળ વધે છે અને સફળ બિઝનેસ મેન બને છે. જીનલ બેલાની ફેશન ડિઝાઈનર છે, અને બંનેની ફેમિલી કેવી રીતે એકબીજા ને મળે છે એની આ વાર્તા છે.

 

ભૌમિક સંપટ નું કહેવું છે કે “અભિનય વિશ્વનું સૌથી અઘરું કામ છે. મેં આ પાત્રમાં મારું શ્રેષ્ઠ આપવાન પ્રયાસ કર્યો છે. આવું જ કોઈ પાત્ર કરવાની મારી ઈચ્છા હતી. આઈ એમ શ્યોર કે મેં દિલથી કરેલી મહેનત ઓન સ્ક્રીન તમને પણ અનુભવાશે”

 

તો એક્ટ્રેસ જીનલ બેલાણી પોતાના પાત્ર વિશે વાત કરતા કહે છે કે,’મારું પાત્ર રોમાંચક છે, પ્રેમાળ છે. હું આવો રોલ ભજવવા ઉત્સાહિત હતી. હવે ગુજરાતી વેબ સિરીઝમાં પ્રેક્ષકો ને ખુબ જ રસ પડે છે, એક સુંદર સ્ટોરી લખવાની અને એમાં પાત્ર ભજવવાની તક મળી એની માટે હું શેમારૂ ની દિલ થી આભારી છું.

 

મુનિ ઝાં કહે છે કે મારી માટે તો ખુબ આનંદની વાત છે કે હું આ સુંદર વાર્તાનો ભાગ છું, અને હું જીનલ બેલાણીના પિતાનો કિરદાર નિભાવી રહ્યો છું, એક સરસ સુંદર વાર્તા અને એમાં પણ એક પુત્રીના પિતાનું પાત્ર એનાથી વિશેષ શું જોઈએ મને. ૨૩ સપ્ટેમ્બર થી પુરી પાણી વેબ સિરીઝ શેમારૂમી પર તો જોવાનું ચુક્શો નહિ.

 

સેજલ શાહનું કહેવું છે કે મને ખુબ ખુશી છે ફરી એક વાર મને શેમારૂ સાથે જોડાવવાનો અવસર મળ્યો. ચાસણી તો બધા એ શેમારૂમી પર ચોક્કસ જોઈ હશે તો હવે પુરી પાણી પણ જોવાનું ચૂકશો નહીં. પુરી પાણી એ એક ઉચ્ચ સ્તરની પરિવાર સાથે મનોરંજનને માણી શકાય તેવી વેબ સિરીઝ છે અને આ વેબ સિરીઝમાં હું માનસી એટલે કે જીનલ ની માતાનું પાત્ર ભજવી રહી છુ.

 

શેમારૂમી એ ગુજરાતી મનોરંજન જગતનું સૌથી પ્રખ્યાત અને દર અઠવાડિયે એક નવું કન્ટેન્ટ દરેક ગુજરાતી સુધી પહોંચાડતું એક માત્ર એપ્લિકેશન છે. ૫૦૦ થી વધુ ગુજરાતી કન્ટેન્ટ ધરાવતું શેમારૂમી તમે દુનિયાના કોઇપણ ખૂણે થી એન્જોય કરી શકો છો. શેમારૂમી પર તમે ફિલ્મ નાટક અને વેબ સિરીઝ જેવા કન્ટેન્ટનો આનંદ લઈ શકો છો.

TejGujarati