વિશ્વમાં આતંકવાદનો અંત લાવવા સાચા
ધર્મની સ્થાપના કરવી જરૂરી છે: સંજય વકીલ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદની ૯૩ વર્ષ જુની સંસ્થા ધર્મજાગૃતિ કેન્દ્ર દર વર્ષે ૮ દિવસની પર્યુષણમાળા યોજે છે. જેમાં વિશ્વમાં શાંતી સ્થપાય તથા સર્વધર્મ સદ્દભાવ તથા સર્વધર્મ સમભાવની ભાવના ઉભી થાય તેવા વિષયો ઉપર વક્તવ્યો રાખે છે. આ વર્ષે ૯૩માં પર્યુષણમાળામાં અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં પ્રિન્સીપાલ સંજય વકીલે “ધર્મ એટલે શું?” વિષય ઉપર વક્તવ્ય આપ્યુ હતુ. પ્રિ.વકીલે કહ્યું હતુ કે કોઈપણ વ્યક્તીને સોંપાયેલુ કાર્ય નિષ્ઠાપૂર્વક તથા પ્રામાણિકતાથી કરે તે ધર્મ છે. માનવીય મૂલ્યોનું જતન કરવુ પણ ધર્મ છે. સત્ય, શાંતિ, અહિંસા તથા પ્રેમથી વિશ્વના બધાજ પ્રાણીઓ પ્રત્યે વહેવાર રાખવો પણ ધર્મ છે. દેશ પ્રત્યે વફાદારી રાખવી પણ ધર્મ છે. આજે વિશ્વમાં આતંકવાદનો ભય લોકોને સતાવે છે તથા માનવતાનું હનન થાય છે તેનું મુખ્ય કારણ ધર્મનો અભાવ છે. એકબીજા પ્રત્યે આત્મીયતા તથા સંવેદનશીલતા હોવી અત્યંત જરૂરી છે. આપણા વાણી, વર્તન તથા વ્યવહારથી કોઈની લાગણી દુભાય તે પણ હિંસા છે. વિશ્વમાં સાચા ધર્મનો પ્રચાર તથા પ્રસાર કરવાથી જ વિશ્વશાંતીની સ્થાપના થશે તથા એકબીજા પ્રત્યે ભાઈચારાથી લોકો સલામતીથી જીવી શકશે. આ પર્યુષણમાળામાં પ્રમોદ શાહ તથા અજય દોશીએ સંચાલન કર્યું હતુ. આ કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં મુમુક્ષુઓ હાજર રહ્યાં હતા.

TejGujarati