અમદાવાદની 13 વર્ષીય જાનુશી રાઇચુરાએ તેમની નવલકથા “વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ”ના ત્રીજા પુસ્તકને લોંચ કર્યું

વિશેષ સમાચાર

 

 

• ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા જાનુશીને “યંગેસ્ટ ટુ રાઇટ ફિક્શન બુક્સ ઓન ઇલ્યુઝન એન્ડ મેજિક વર્લ્ડ”નો પુરસ્કાર, તેમની નવલકથા માટે “ગ્રાન્ડ માસ્ટર” – એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનો પુરસ્કાર એનાયત કરાયો છે. ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી જાનુશીને શાળાના પ્રિન્સિપાલ દ્વારા પણ સન્માનિત કરાઇ છે.

 

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2021: એક કહેવત છે – પ્રતિભાની કોઇ ઉંમર નથી હોતી. ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષીય જાનુશી રાઇચુરાએ આજે એએમએ ખાતે તેમના પરિવારજનો અને મિત્રોની ઉપસ્થિતિમાં તેની નવલકથા શ્રેણીના ત્રીજા પુસ્તક “વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ – ધ અલ્કેમિક પ્રેસેજ” લોંચ કરીને કહેવાતને સાચી ઠેરવી છે. એક દિવસ જાનુશી પુસ્તક વાંચી રહી હતી ત્યારે તેમને અહેસાસ થયો છે કે પુસ્તકની સમાપ્તિ બીજી કંઇક હોઇ શકે છે. ઉત્સુકતા સાથે જાનુશી તેમના માતા પાસે ગઇ અને તેમણે પૂછ્યું કે, “શા માટે તું અંત લખતી નથી?” તેનાથી પ્રેરિત થઇને જાનુશીએ પુસ્તકના અંતને પોતાની રીતે ટ્વિસ્ટ આપ્યો. પુસ્તક લખવાની દિશામાં આ તેનું પ્રથમ પગલું હતું.

 

“વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ” ફિક્શન, ઇલ્યુઝન અને મેજિક આધારિત નવલકથા શ્રેણી છે. જાનુશીએ તેમના ત્રીજા પુસ્તક “વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ – અ અલ્કેમિક પ્રેસેજ”માં લુસિંડાના પાત્રની વાર્તાને આગળ ધપાવી છે. આ પુસ્તક નોશન પ્રેસ દ્વારા પ્રકાશિત કરાઇ છે અને જાનુશીએ પોતાની જાતે કવર પેજ ડિઝાઇન ક્યું છે તેમજ પુસ્તકનું સંપાદન કર્યું છે.

 

વિચારક, લેખક અને ફાઇટર જાનુશી 13 વર્ષની છોકરી છે, જેઓ ફિક્શન નવલકથાઓની સેટ પ્રકાશિત કરવાનો તથા તેને ભારતમાં બેસ્ટ-સેલિંગ બુક સેટ બનાવવાનું સપનું જૂએ છે. તેમણે અગાઉ બે નવલકથા પ્રકાશિત કરી છે અને હવે ત્રીજી નવલકથા પ્રકાશિત થઇ છે. તેઓ ખૂબજ નાની ઉંમરે ઘણો પ્રવાસ કરે છે અને ભવિષ્યમાં વધુ સફળતા હાંસલ કરવા મક્કમ છે.

 

પોતાના ત્રીજા પુસ્તકના લોંચ પ્રસંગે જાનુશીએ જણાવ્યું હતું કે, “હું પ્રેરણાદાયી માતા-પિતા પ્રત્યે હું કૃતજ્ઞ છું કે જેમણે મારા લેખનકાર્યમાં પૂરતો સહયોગ કર્યો છે.” તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જાનુશીને સન્માનિત કરી હતી. તેઓ ઓગસ્ટ મહિના માટે ઇન્ટેલે જેલી મેગેઝિનના ચીફ ગેસ્ટ એડિટર પણ હતાં. એમેઝોન ઉપર પેપરબેક અને ઇ-બુક બંન્નેમાં “વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ – ધ અલ્કેમિક પ્રેસેજ” ઉપલબ્ધ છે.

 

TejGujarati