ભાલચંદ્રના ભાલ પર મહિલા ચિત્રકારોનું રંગોથી તિલક

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભાલચંદ્રના ભાલ પર મહિલા ચિત્રકારોનું રંગોથી તિલક

ગણેશ ચતુર્થીના દિવસે જાણે ગણેશલોકમાં વિહાર કરતા હોઈએ તેવી અનુભૂતિ, અમદાવાદ ખાતે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં ગુજરાતની 50 મહિલા ચિત્રકારો તેમના કેનવાસ પર કંડારેલા ચિત્રોમાં કરાવી છે .ગણેશજીના વિવિધ સ્વરૂપો ,વિઘ્નહર્તાની આરાધના વિષય પર ગુજરાત વિજ્યુઅલ મહિલા આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા આયોજિત પ્રદર્શનમાં 1૦૦ જેટલી કલાકૃતિઓમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન અને વિવિધ સ્વરૂપો
મહિલા ચિત્રકારોએ કેનવાસ સહીત કાપડ અને કાગળની થેલી ઉપર શ્રીગણેશજી કંડાર્યા છે. પ્લાસ્ટિક થેલીની જગ્યાએ કાપડની થેલીનો વપરાશ કરવો જોઈએ . પર્યાવરણ બચાઓ અંગેનો સંદેશો આપ્યો હતો.
કલાકારોએ પોતાની સંવેદનાઓ રંગોથી કેનવાસ ઉપર ઢાળીને કલાને જીવંત રાખીછે.
મહિલા ચિત્રકારોએ તેમની અદભુત ચિત્રકલા સર્જન દ્વારા સાક્ષાત દુંદાળાદેવની સમીપે પહોંચાડીને સકારાત્મક ઉર્જાના દર્શન કરાવે છે .
વિઘ્નહર્તાના ચિત્રનું નિર્માણમાં વોટર કલર એક્રેલિક કલર્સ સાથે આર્ટ એન્ડ ક્રાફટ ની સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર કલકૃતીનું સર્જન કર્યું છે.
ભારતીય સંસ્કુતિમાં ઉત્સવને પ્રથમ સ્થાન છે . દરેક તહેવારની ઊજવણીના કેન્દ્રસ્થાને ભાતીગળ સંસ્કૃતિના દર્શન થાય છે .
ભારતવર્ષમાં આઝાદીની ચળવળના ભાગરૂપે ગણેશ ચતુર્થી મહોત્સવની ઊજવણી ભક્તિ સાથે શક્તિ તથા સંગઠન માટે લોકમાન્ય તિલકે કરેલા આહવાનને દેશભરમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો અને આઝાદીની ચળવળનું રણશિંગુ ફુક્યું અને અંગ્રેજો વિરુદ્ધ જ્વાળા ભભૂકી ઉઠી હતી. ત્યારથી દેશભરમાં ગણેશ મહોત્સવ ઉજવાય છે.
આર્ટ ગેલેરી માં આધ્યાત્મિકતાથી છલકાતા અલૌકિક ચિત્રો પ્રદર્શિત કર્યા .

શ્વેત આર્ટ પેપર કે કેનવાસ રંગો દ્વારા ઉપસી આવતા આકારો, ધાર્મિક ચિન્હો, એબસ્ટ્રેક ફોર્મ, જુઘ જુદા ભાવ વિગેરે ચિત્રકારની અંદર રહેલ વિચારધારા, પ્રકૃતિ સાથે જોડાયેલ પ્રેમ તથા સંસ્કાર હોય છે. રંગોની સમજ પણ આપણી અંદર સમજપૂર્વક છુપાયેલી બહાર આવે છે. માટેજ કલાકૃતિ ઉપરથી કલાકારના આંતરીક દર્શન થાય છે
આ પ્રદર્શનમાં આર્ટ પેપર તથા કલા તથા કલાકારનો વિશેષ પરિચય આપતા ખુલ્લા પ્રભાવી રંગો દ્વારા મહિલા ચિત્રકારોએ કલા, આધ્યાત્મિકતા, દ્વારા સુંદર આકારોમાં ઢાળીને આગવી ઓળખ આપી છે . હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ આ પ્રદર્શનનું સંકલન નયના મેવાડા અને હંસા પટેલે કર્યું છે.
આ પ્રદર્શન માં કેનવાસ ઉપર પ્રભાવશાળી રંગો આધ્યાત્મિકતા તરફ પ્રેરણા આપતા જોવા મળ્યા છે .

TejGujarati