ધન્ય થઇ જઈશ ……!- બીના પટેલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

નિકટ જો બેસી શકું માત્ર તારી ,
વાતનો મુદ્દો બનું ક્યારેક ,
તો ધન્ય થઈ જઇશ હું…!

દિલમાં તારા વસી શકું ઘડીક ,
ધડકન સાંભળીને મનમાં હસી શકું ,
તો ધન્ય
થઈ જઈશ હું….!

ગોરા ગોરા કામણગારા રૂપ ને તારા ,
આલિંગનમાં જકડી શકું તો ,
તો ધન્ય થઈ જઈશ હું….!

ગુલાબોની પંખ જેવા નાજુક
તારા હોઠ ને,
નજરથી એકવાર જો ચૂમી શકું ,
તો ધન્ય
થઈ જઇશ હું….!

હાથ મિલાવીને કાંટાળા રસ્તે પણ ,
તારી સાથે હું
ચાર કદમ ચાલી શકું ,
તો ધન્ય થઈ જઈશ હું…!

જીવનની સમી સાંજે પાલવનો ખૂણો ઝાલી ,
તારી ખુશીનું કાયમી કારણ બનું ,
તો ધન્ય
થઈ જઈશ હું…!

રાતના એકાંતે તારી આંખનું કાજલ જોઈ ,
આગિયો થઇને ઝળકી શકું ,
તો ધન્ય થઇ જઈશ હું…!

યુગોથી વડલો થઈ ને પાદર મધ્યે ઉભો હું ,
વેલ બની તું વીંટળાઈ જાય ,
તો ધન્ય થઈ જઈશ હું…!- બીના પટેલ ?

TejGujarati