નવાપુરા ના ગોખમાં તો શિવ શક્તિની પૂજા શ્રાવણ મહિનામાં સાથે જ થાય છે

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

નવાપુરા ના ગોખમાં તો શિવ શક્તિની પૂજા શ્રાવણ મહિનામાં સાથે જ થાય છે.શક્તિપૂજાય, પૂજાય શિવનું લિંગ. આવો સરસ સુમેળ નવાપુરા ગોખમાં જોવા મળે છે.પાલખીની આગલી રાત્રે મા ની આંગી બદલાય છે.અને માનાદિવ્ય શણગારના દર્શન થાય છે.માના ગુણાનુવાદ માની આરતીમા ગવાય. કેવડાત્રીજ ના દિવસે તારીખ 9 સપ્ટેમ્બર 2021 ને ગુરુવારે 7:30વાગે મા પાલખી પર બિરાજમાન થઈ નિજ મંદિરથી ભુલાભાઇ ચાર રસ્તા થઇ નીલકંઠ મહાદેવ થી ભૈરવનાથ મંદિર થઈ નરસિંહજી મંદિર ચંડોળા તળાવ થઈ દાણીલીમડા ગામમાં વૈકુંઠધામ મંદિરથી ગંગનાથ મહાદેવ મા નુ સામૈયુ થશે.ત્યારબાદ મા 3 :30 વાગ્યે નિજ મંદિરે પરત ફરશે. ત્યારબાદ ચાચરચોકમા રાતના 8:30 સુધી પાલખીના દર્શન થશે.

TejGujarati