સમાજની તમામ સમસ્યાઓનું સમાધાન માત્ર શિક્ષણ ધ્વારા જ થઇ શકે છે.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

સમાજની તમામ સમસ્યાઓનું સમાધાન
માત્ર શિક્ષણ ધ્વારા જ થઇ શકે છે.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ યુનીટ ધ્વારા આજરોજ “શિક્ષક દિન”નું સેલીબ્રેશન થયુ હતુ. કોલેજના વિદ્યાર્થીઓએ ‘મારા જીવન ઘડતરમાં શિક્ષકનો ફાળો’ વીશે વક્તવ્યો આપ્યા હતા. શિક્ષક-સમાજ નામના સ્થંભ ઉપર સૌથી ટોચે બેઠો છે. ઈંટ પથ્થરથી બનાવેલી ઇમારતોથી સગવડો ઉભી કરી શકાય છે. પરંતુ શિક્ષક એ સંસ્થાઓનો આત્મા છે. એક શિક્ષકની ઓળખ તેનું નોલેજ છે, એની વર્તણુંક છે, એની નિષ્ઠા તથા પ્રામાણિકતા છે. શિક્ષક એ પારસમણી જેવો છે. જે અન્ય ધાતુઓને સોનું બનાવી શકે છે. પરંતુ પોતે હંમેશા પારસમણી જ રહે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના સમયની સમસ્યાઓ જેવી કે તાલીબાનો, આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી તથા બેકારીનું નિવારણ માત્ર શિક્ષણ ધ્વારાજ થઇ શકે છે. આજે પણ માનવીય મૂલ્યોનું જતન શિક્ષક ધ્વારા થઇ રહ્યું છે. બાળકોના ઘડતરમાં તથા તેનામાં સંસ્કારનું સિંચન કરવામાં શિક્ષકનો સિંહફાળો હોય છે. ટેકનોલોજી શિક્ષકનું સ્થાન ક્યારેય લઇ શકતુ નથી. વિદ્યાર્થીઓને વિચારશીલ બનાવી ભવિષ્યના સપના જોઈ પોતાનું લક્ષ નક્કી કરવામાં શિક્ષકનો ફાળો અધ્વિતીય છે. એન.એસ.એસ નાં વિદ્યાર્થીઓએ કોલેજના બધાજ અધ્યાપકોનું તીલક ચંદન કરી પૂજન કર્યું હતુ તથા મેમેન્ટો આપી અભિવાદન કર્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન પ્રા. એચ.બી. ચૌધરી તથા પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ.

TejGujarati