કુમકુમ મંદિર ખાતે રવિવારે સત્સંગ સભા યોજાઈ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

– શિક્ષક અને સંત યુવાનોનું ભવિષ્ય ઘડે છે – સાધુ પ્રેમ વત્સલ દાસજી
તારીખ 5 સપ્ટેમ્બર ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર ખાતે સદગુરુ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધૂન ધ્યાન કરવામાં આવ્યા હતા અને
શ્રાવણ માસ માં શ્રી હરિકૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામી દ્વારા ચાલતી કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાધુ પ્રેમ વત્સલ દાસજી એ જણાવ્યું હતું કે, શિક્ષક અને સંત વિદ્યાર્થીઓનું અને સમાજ નું જીવન ઘડતર કરે છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિન હોવાથી આજના દિવસે આપણે શિક્ષકોને અવશ્ય યાદ કરવા જોઈએ. નાના બાળકોથી માંડીને યુવાનો ને શિક્ષણ અને સંસ્કાર શિક્ષકો આપે છે. નવ કરોડ વિદ્યાર્થીઓનું ભાવિ શિક્ષકોને હાથમાં છે. તે સારા સમાજની રચના કરી શકે છે.
શિક્ષકો વિદ્યાર્થીઓને જેમ શિક્ષણ આપે છે તેમ સાચા સંતો બાળકો અને યુવાનોને સારા સંસ્કાર આપે છે. એક સંત અનેક યુવાનોને સાચા માર્ગે લઈ જઈને જનસમાજમાં ક્રાંતિ આણી શકે છે. જે યુવાનો સાચા શિક્ષક અને સંતનીની સાથે જોડાયેલા રહે છે તેમનું જીવન વ્યસન મુક્ત હોય છે અને સદાચારી હોય છે. જેમ કોરા કાગળ ઉપર જે લખવું હોય તે લખી શકાય છે. તેમ યુવાનોને જેવા બનાવવા હોય, તેવા સાચા સંત તેને બનાવી શકે છે. આજના સમયની અંદર ભારતીય સંસ્કારોનું સિંચન કરવા માટે આપણે સૌ કોઈએ યુવાનોને સાચા શિક્ષક અને સંતની સાથે જોડવા જોઈએ. તેમાં જ આપણા સૌ કોઇનું હિત સમાયેલું છે..

TejGujarati