કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

કોરોના કાળમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવાના હેતુસર અમદાવાદ ખાતે બે દિવસીય ધ ઓટો શોનું કરાયું આયોજન.*

કોરોના ની મહામારી બાદ કાર જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. આ મહામારી પછી ઓટો સેક્ટરનો ગ્રોથ ખુબજ સારો રહ્યો છે અને ગુજરાત આજે ઓટો ઇન્ડસ્ટ્રી માટે મહત્ત્વ માર્કેટ બની ગયું છે. અમદાવાદ ખાતે ઓટો શો ના પ્રથમ દિવસે 3 કંપનીઓ દ્વારા પોતાના નવા મોડેલ રજુ કરવામાં આવ્યા હતા, જેમાં મહિન્દ્રા એ પોતાની બોલેરો નિયો, હ્યુન્ડાઇ એ આઈ20 એન લાઈન અને કિયા મોટર્સ દ્વારા નવી સેલ્ટોસ રજુ કરવામાં આવી હતી. આ ઓટો એક્સ્પોમાં કોઈપણ વ્યક્તિ ફ્રી રજીસ્ટ્રેશન કરાવીને જઈ શકે છે. અમદાવાદના શ્રી શક્તિ કન્વેનશન સેન્ટર ખાતે આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઓટો શોના ઓર્ગેનાઈઝર સૌરીન બાસુ એ જણાવ્યું કે* “કોવિડ ની મહામારી બાદ ગુજરાત માં સૌથી મોટો પહેલો ઓટો એક્સ્પો નું આયોજન કરી ને ગર્વ ની અનુભૂતિ થઇ રહી છે. આ એક્સ્પો માં કુલ 12 કંપનીઓ એ ભાગ લીધો છે. આ વખતે ઓટો ઇન્ડસ્ટ્રી માં પોઝિટિવ ટ્રેન્ડ ના કારણે અમને આશા છે કે આ બે દિવસીય એક્સ્પોમાં 200-250 જેટલી કારનું વેચાણ થશે. જેનો અંદાજિત 100 કરોડ જેટલો બિઝનેસ જોવા મળશે. આ ઓટો શો ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે ગ્રાહકો માટે પણ ફાયદાકારક રહેશે તેની મને ખાતરી છે.”

આ બે દિવસીય ઓટો એક્સ્પોમાં ટાટા મોટર્સ, સિટ્રોન, હોન્ડા, હ્યુન્ડાઇ, જીપ, કિયા, ફોક્સવેગન, મારુતિ સુઝુકી, સ્કોડા, એમજી મોટર્સ, મહિન્દ્રા અને ફોર્ડ એ પોતાની કારના મોડેલ રજુ કરવામાં આવ્યા છે અને ગ્રાહકોનો પણ આ શોમાં ઘસારો જોવા મળી રહ્યો છે.

બાઈટ: ઓર્ગેનાઈઝર સૌરીન બાસુ

TejGujarati