અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949 થી કાર્યરત વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોને માત્ર અવાજ આપવાની સાથે તેનો ઉકેલ પણ કેવી રીતે લાવવો તેવા ધ્યેય સાથે કાર્યરત દેશનું એક માત્ર વિદ્યાર્થી સંગઠન છે. વર્ષ 2021-22માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભરમાં 1 કરોડ વિદ્યાર્થી સદસ્યો અને ગુજરાતમાં 6 લાખ સદસ્યો બનાવવાના લક્ષ્ય સાથે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ મેદાને ઉતારશે.
સદસ્યતા અભ્યાન બે તબ્બકામાં રહેશે
આ વર્ષે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઓનલાઇન માધ્યમ દ્વારા સદસ્યતા હાથ ધરવામાં આવશે પરંતુ તેની સાથે જે કેમ્પસો પ્રત્યક્ષ રીતે ચાલુ છે ત્યાં રૂબરૂ જઈને પણ કાર્યકર્તાઓ દ્વારા સદસ્યતા અભ્યાન હાથ ધરવામાં આવશે.ગુજરાતનું આ સદસ્યતા અભ્યાન બે તબ્બકામાં રહેશે. જેમાં પેહલા તબ્બકામાં સૌરાષ્ટ્રના બધાજ વિભાગોને સમાવવામાં આવશે. જે તારીખ 4 થી 8 સપ્ટેમ્બર સુધી રહેશે. આ અભિયાનનો બીજો તબ્બકો તારીખ 14 થી 17 સપ્ટેમ્બર સુધી રહેશે જેમાં ગુજરાતના તમામ વિભાગોનો સમાવેશ કરવામાં આવશે.
આ અભિયાનને બહોળો પ્રતિસાદ મળવાની આશા
આ વિષય પર ગુજરાત પ્રાંત મંત્રી હિમાલયસિંહ ઝાલા એ વધુમાં જણાવ્યું કે, “અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા આ શૈક્ષણિક વર્ષ દરમ્યાન 6 લાખ વિદ્યાર્થીઓને સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અમને વિશ્વાસ છે કે જે રીતે વિદ્યાર્થી જગતના પ્રશ્નોને પરિષદ દ્વારા અવાજ આપવામાં આવ્યો છે અને ઉકેલવામાં આવ્યા છે તેના થકી સામાન્ય વિદ્યાર્થીઓનો પણ બોહળો પ્રતિસાદ અભાવિપ ના આ સદસ્યતા અભ્યાનને મળશે”