આઝાદીની લડતમાં અમદાવાદનો સિંહફાળો હતો : ડૉ.માણેક પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એચ.એ.ગાંધીઅન સોસાયટી ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ઉજવણી પ્રસંગે ગુજરાતના જાણીતા ગાંધી વિચારક ડૉ.માણેક પટેલનું વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. ડૉ.પટેલે “આઝાદીમાં અમદાવાદનું પ્રદાન” વિશે વિસ્તૃત વાત કરી હતી. ૧૮૫૭થી શરૂ થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમદાવાદના યુવાનોએ સક્રીય ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો. મહાત્મા ગાંધી તથા સરદાર પટેલે અમદાવાદને કર્મભૂમી બનાવી આઝાદીની લડતને વેગ આપ્યો હતો. અમદાવાદના મીલ માલીકોએ પણ આર્થીક મદદ કરી પોતાનું યોગદાન આપ્યુ હતુ. ૧૯૪૨માં શરૂ થયેલી ‘હિન્દ છોડો’ લડતને સાથ આપી અમદાવાદના કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જીએલએસના પૂર્વ ડીન વાડીભાઈ પટેલે કહ્યું હતુ કે અમદાવાદના હજારો લોકોએ પોતાનો વહેપાર, શિક્ષણ તથા રોજગાર છોડી હિન્દુસ્તાનને આઝાદ કરાવવામાં જોડાઈ ગયા હતા. જીએલએસના પ્રોવોસ્ટ ભાલચંદ્ર જોષીએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના યુવાનોએ આપણી આઝાદીની લડતનો ઈતિહાસ જાણવો જોઈએ તથા તેમાંથી પ્રેરણા લઈને દેશની પ્રગતીમાં વફાદારીપૂર્વક જોડાવુ જોઈએ. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ. પ્રા.શુભ્રા નાણાવટીએ આભારવિધી કરી હતી. આ કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ભાગ લીધો હતો.

TejGujarati