આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તેવા બેમિસાલ બાદશાહ રસોઈ સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા

બિઝનેસ સમાચાર

 

બેમિસાલ બાદશાહ રસોઈ સ્પર્ધાનું આયોજન બાદશાહ મસાલા દ્વારા કરવામાં આવ્યું હતું. 29 ઓગસ્ટના રોજ આ સ્પર્ધા યોજવામાં આવી હતી. બાદશાહ મસાલા દ્વારા રસોઈ પ્રતિભા શોધવા માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેવી આ સ્પર્ધાના વિજેતાઓ ઘોષિત કરવામાં આવ્યા હતા. વિનર બન્યા છે તેવા ધરતી ઉનડકટ અને અવની દોષી રહ્યા હતા. ફર્સ્ટ રનરઅપ પ્રાઈઝ અંજલી શાહ અને પ્રતિમા સંઘવીને મળ્યું હતું, સેકંડ રનરઅપ તરીકે શ્વેતા સિંઘ અને અદિતિ રાઘવ રહ્યા હતા.

 

બાદશાહ મસાલા એ ગુજરાતના પ્રખ્યાત શેફની પસંદગી આ સ્પર્ધા માટે કરી હતી.

જ્યુરી તરીકે જાણીતા શેફ આનંદ કોટક અને શેફ સુરભી વસા રહ્યા હતા. વાનગીનો સ્વાદ, ગ્રેવીની સુસંગતતા, વાનગીની ગુણવત્તા, સુગંધ, રંગ અને પ્રેઝન્ટ કરવાની રીતના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં આવેલા સ્પર્ધકોએ એકથી એક ચડિયાતી અને ઉત્તમ સ્વાદથી ભરપુર વાનગીઓ બનાવી હતી. જેથી જજીસ માટે પણ વિજેતા પસંદ કરવા એક ચેલેન્જ રહી હતી. વિજેતાઓને કેશ 50,000 પ્રાઈઝ આપવામાં આવ્યા હતા. બેમિસાલ બાદશાહ રસોઈ સ્પર્ધા દેશભરમાં જુદા જુદા શહેરમાં યોજાશે. જેમાં આ રીતે જોડી બનાવી સ્પર્ધા કરવામાં આવશે.

 

આ પ્રોજેક્ટ અમદાવાદમાં પ્રથમ ઇવેન્ટ સાથે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઘણા લોકોનો પ્રિતિસાદ મળ્યો હતો. દરેક પ્રદેશની શ્રેષ્ઠ પ્રતિભા શોધવા માટેનો આ અનોખો પ્રયાસ છે. કેમ કે, ભારતીય ભોજનમાં ઘણી વિવિધતા રહેલી છે. બાદશાહ મસાલા થકી દેશ ભરમાં આ રીતે લોકોને એક પ્લેટફોર્મ મળશે અને લોકોની પ્રતિભા સાથે ભોજનની વિવિધતા પણ બહાર આવશે. આ જ સ્વાદ સુગંધના રાજા ગણાતા બાદશાહ મસાલાનો ઉદ્દેશ્ય છે.

 

TejGujarati