બિઝનેસ

અર્બ્રે રેસ્ટ્રોકેફે, આંબલી ખાતે લિટ એન્ટરટેઇનમેન્ટ કંપની દ્વારા LIT MANCH નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ માં 15 સ્થાનિક કલાકારો; ગાયકો, કવિઓ, હાસ્ય કલાકારો વગેરેને 200 લાઇવ પ્રેક્ષકો, તેમજ બિન્ની શર્મા, આરજે વશિષ્ઠ અને હેમાંગ દવે જેવા કેટલાક આદરણીય કલાકારોની સામે રજૂઆત કરવાની તક મળી.

 

આ ઇવેન્ટ કલાકારો માટે મફત હતી જ્યાં વિજેતાઓને રોકડ પુરસ્કારો, ભેટો અને લિટ એન્ટરટેઇનમેન્ટ કંપની તરફથી મફત આર્ટિસ્ટ મેનેજમેન્ટ પેકેજ આપવામાં આવ્યું હતું.

 

લિટ એન્ટરટેઇનમેન્ટ કંપનીના કલાશ શાહ અને માનવ જોષીએ જણાવ્યું હતું કે, “અમે કલાકારો માટે તમામ શ્રેષ્ઠ પરિસ્થિતિઓ ને એક મંચ પર લાવવા નો પ્રયાસ કર્યો છે અને નિયમિતપણે લિટ મંચ નું આયોજન કરવાની અમારી યોજના છે.”

TejGujarati