નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.. જામનગર ગુલાબનગર ખાતે પરંપરાગત સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરતો શ્રી આહીર સેવા સમાજ. ડેપ્યુટી મેયર તપન પરમાર પણ જોડાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી.. જામનગર ગુલાબનગર ખાતે પરંપરાગત સંસ્કૃતિ સાથે જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરતો શ્રી આહીર સેવા સમાજ. ડેપ્યુટી મેયર તપન પરમાર પણ જોડાયા

શ્રી કૃષ્ણનો ધરતી પર અવતારનો સમય એટલે જન્માષ્ટમી. દેશભરમાં ઠેર ઠેર જન્માષ્ટમીના પાવન તહેવારની ઉજવણી થઈ રહી છે લોકો કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણીમાં મગ્ન બન્યા છે અને મધરાતે તેમના જન્મદિવસની રાહ જોવાઇ રહી છે ત્યારે ભક્તો તેમની ભક્તિ દ્વારા ભક્તિમય બન્યા છે.. મથુરા હોય દ્વારકા હોય કે પછી ડાકોર. ભક્તોનું ઘોડાપુર ભગવાનના આ પર્વને મનાવવા ઉમટી પડ્યું છે.

જામનગરના ગુલાબનગર ખાતે આવેલ શ્રી આહીર સમાજના લોકો પણ કૃષ્ણમય ભક્તિમાં લિન જોવા મળ્યા . ભગવાન શ્રી કૃષ્ણના અવતારની રાહ જોતા આ પર્વની હર્ષો ઉલ્લાસભરી ઉજવણી કરી રહ્યું છે જેના ભાગ રૂપે આજે વિસ્તારમાં કોવિડ19 ના નિયમો ને ધ્યાનમાં રાખતા ભગવાન શ્રીકૃષ્ણ ને પાલખીમાં બેસાડી ગુલાબનગર વિસ્તારમાં એક નાની યાત્રા કાઢવામાં આવી હતી જેમાં લોકો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને પ્રસાદ મેળવવા ઉમટ્યા હતા તો બીજી તરફ આહીર સમાજના લોકો પોતાની સંસ્કૃતિને ઉજાગર કરતા સમાજના પરંપરાગત પોશાક સાથે મધુર સંગીતના તાલે ગરબા રમતા જોવા મળ્યા હતા.

આ પસંગે જામનગરના ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમાર પણ ખાસ જોડાયા હતા. આહીર સમાજના પ્રમુખ રમેશભાઈ કાનાભાઈ ડાંગરના જણાવ્યા મુજબ શ્રી આહીર સેવા સમાજ દ્વારા ઉજવાઈ રહેલ તૃતીય કૃષ્ણ જન્મોત્સવ મહોત્સવમાં સરકારશ્રીની કોવિડ19 ની ગાઈડ લાઈનનું પૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે. શ્રી આહીર સેવા સમાજ ભવન ખાતે ભગવાન માટે ખાસ ફૂલો જડિત હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ભગવાનનો મધરાત્રીના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે અને તેમને હિંડોળે હીંચકા નાખી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી સાથેના જયઘોષ સાથે ઉત્સવ મનાવવામાં આવશે તેમજ આહીર સમાજના લોકો દ્વારા દાંડિયા રાસ સાથે મધરાતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

બાઈટ: રમેશભાઈ ડાંગર, પ્રમુખ આહીર સમાજ

TejGujarati