શું તમે કલ્પના કરી શકો છો કે આ કેવી રીતે બનાવ્યું હશે ? એ પણ આજથી ૧૨૦૦ વર્ષ પહેલાં.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

પ્રતિમાના મુખમાં { પહેલી તસવીર } એક પથ્થર નો બોલ (દડો) છે. જેને તમે સ્પર્શ કરી શકો છો અને અંદર આમતેમ ગોળ ફેરવી શકો છો. પરંતુ મુખમાંથી બહાર કાઢી શક્તા નથી. જયારે આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ પ્રતિમા ફક્ત એક જ પત્થર ( singl e Stone) કંડારીને બનાવવામાં આવી છે. અને પ્રતિમાની સામે લટકતી સાંકળ કોઈ ધાતુમાંથી બનાવવામાં આવી નથી. એ પણ પત્થરની કડીઓ જ છે. આ કડીઓમાં પણ કોઈ જ જોડ ( સાંધા ) નું નામોનિશાન નથી. આજના તકનીકી જમાનામાં પણ આવી કલા- કારીગરી અતિશય મુશ્કેલીભર્યું કામ છે. બારસો વર્ષ પહેલાં અશક્ય લાગતું કામ આપણા પૂર્વજોએ કર્યું હતું.

ચાલો થોડું જાણીએ આ ભગવાન શંકરના અદભૂત મંદિરના ઈતિહાસ વિશે.

કૈલાસનાથ મંદિર, કાંચીપુરમ

ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાંના કાંચીપુરમ શહેર ખાતે આવેલું એક હિંદુ ધર્મનું પૌરાણિક મંદિર છે. આ મંદિર કાંચીપુરમ શહેરની પશ્ચિમ દિશામાં આવેલું નગરનું સૌથી પ્રાચીન તેમ જ દક્ષિણ ભારતનાં સૌથી વધુ મહત્વનાં મંદિરોમાંનું એક ભવ્ય મંદિર છે. આ મંદિર આઠમી સદીમાં પલ્લવ વંશના રાજા રાજસિમ્હાએ પોતાની ધર્મપત્નીની અરજ સ્વીકારી નિર્માણ કરાવ્યું હતું. મંદિરના અગ્રભાગનું નિર્માણ રાજાના પુત્ર મહેન્દ્ર વર્મન ત્રીજાએ કરાવ્યું હતું. મંદિરમાં પાર્વતીમાતા અને શંકર ભગવાનની નૃત્ય પ્રતિયોગિતાને દર્શાવવામાં આવેલ છે.

TejGujarati