અમદાવાદ ખાતે બજરંગદળની વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. હિન્દૂ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા ધરાવતી પુસ્તકો હટાવો નહીં તો દુકાન સળગશે.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રો ધરાવતું પુસ્તક બજરંગ દળે જાહેરમાં સળગાવ્યું: વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપી છે. કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકવાની ગંભીર ફરિયાદ બજરંગ દળને મળતા, ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક જવલિતભાઈ મહેતા, નિપૂર્ણભાઈ ભટ્ટ તથા અન્ય કાર્યકર્તાઓએ કર્ણાવતીમાં એસ જી હાઇવે પર આવેલ લેટીટ્યુડ નામના સ્ટોર પર જઈ ખરાઈ કરતા, હકીકત સાચી માલુમ પડેલ હતી. બજરંગ દળે પોતાના સ્વભાવથી વિપરીત સંયમ દાખવી આ સ્ટોર બહાર આ પુસ્તક સળગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો તથા તમામ વેચાણકર્તાઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક દુકાન બહાર નહીં, દુકાન સાથે સળગશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

બાઈટ: જવલિત મેહતા, બજરંગ દળ

TejGujarati