અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા સ્વસ્થ ભારત અભિયાન માટે સાયક્લોથોનનું આયોજન.

સમાચાર

કોરોનાની બીજી લહેર બાદ હવે દેશ માં લોકો સ્વસ્થતા પ્રત્યે વધુ ધ્યાન આપી રહ્યા છે અને દેશ માં રસીકરણ ની સંખ્યા વધતા કોરોના ના કેસ માં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ માં અલગ અલગ સંસ્થાઓ દ્વારા લોકો ના સ્વાસ્થ્ય માટે અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે જેના ઉપલક્ષ માં અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા સ્વસ્થ ભારત અભિયાન માટે સાયક્લોથોન નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તા. 29 ઓગસ્ટ 2021 ને રવિવારે સવારે 5 કલાકે સ્વસ્થ ભારત અભિયાન ના સંદર્ભ માં આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.

અખિલ ભારતીય મારવાડી યુવા મંચ, મારવાડી સમાજના યુવાનોનું સૌથી મોટું સંગઠન છે જેની 750 થી વધુ શાખાઓ સમગ્ર દેશમાં સક્રિયપણે કાર્યરત છે અને 50,000 થી વધુ યુવા સાથી મંચ દ્વારા તેમની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયના સહયોગથી,ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ, મારવાડી યુવા મંચ ભારતભરમાં તેની સક્રિય શાખાઓ દ્વારા CYCLOTHON 2021 નું આયોજન કરી રહ્યું છે.

ગુજરાત પ્રાંતીય મારવાડી યુવા મંચની અમદાવાદ જાગૃતિ અને અમદાવાદ વેસ્ટ શાખાઓ સામાજિક રીતે સક્રિય છે અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે જેમ કે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ નો આયોજન, કોવિડ (COVID) દર્દીઓ માટે ખોરાક, રેશન કીટ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવી. રાષ્ટ્રગૌરવ મેજર ધ્યાનચંદજીની જ્યંતિ ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ પર 29 અગસ્ટ 2021 ના રોજ સવારે 5 કલાકે વલ્લભ સદન, આશ્રમ રોડથી (VALLABH SADAN, ASHRAM ROAD) સંસ્થાની બંને શાખાઓ સંયુક્ત રીતે સાયક્લોથોનનું (CYCLOTHON FOR HEALTHY NDIA) આયોજન કરી રહી છે. યુવાનોને રમત-ગમત અને ફિટ રહેવા માટે જાગૃત અને પ્રોત્સાહિત કરવાના માટે, રાષ્ટ્રીય સ્તરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દરેક યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે જેના માટે તેમણે AllEvents App પર નોંધણી કરાવવાની હોય છે અથવા 7600072551 પર ઇવેન્ટ કોઓર્ડિનેટર શ્રી સૌરભ અગ્રવાલનો સંપર્ક કરી શકો છો.

TejGujarati