એચ.એ.કોલેજમાં ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી થઇ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણીનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. સેલીબ્રેશનના પ્રથમ દિવસે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે વક્તવ્ય આપ્યુ હતુ. પ્રિ.વકીલે કહ્યું હતુ કે આઝાદીની ચળવળ દરમ્યાન યુવાનોને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનુ આહવાન મેઘાણીના સાહિત્યમાં જોવા મળે છે. તેમણે લગભગ ૧૦૦ પુસ્તકો સમાજને આપ્યા છે. જેમાં શૌર્યગીતોનો સંગ્રહ, કવીતાઓ, લોક સાહિત્ય, નવલકથાઓ તથા નાટકોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રની રસધારના પાચ ભાગ પ્રસિધ્ધ કરીને મેઘાણીએ સાહિત્યની મોટી સેવા કરી છે. ગુજરાતી સાહિત્યમાં મોટા પ્રદાન બદલ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. મહાત્મા ગાંધી જયારે ઇંગ્લેન્ડ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા હતા ત્યારે મેઘાણીએ ‘છેલ્લો કટોરો’ ગીત ધ્વારા પત્ર લખ્યો હતો. જેનાથી ગાંધીજી ખુબજ પ્રભાવીત થયા હતા અને તેમણે મેઘાણી ને રાષ્ટ્રીય શાયરનું બીરૂદ આપ્યુ હતુ. તેમણા આઝાદી સંદર્ભના લખાણોથી તેમના પર કેસ પણ થયો હતો અને ૨ વર્ષની જેલ પણ થઇ હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ. સમગ્ર કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

TejGujarati