અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટી.બી. હોસ્પિટલમાં મીડિયા સંવાદ યોજાયો.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

રાજ્યમાં ટી.બી. જનજાગૃતિ અંગે મીડિયાની ભૂમિકા મહત્વની છે : નેશનલ હેલ્થ મિશનના એમ.ડી. રમ્યા મોહનરાજ્યમાં દર અઠવાડિયે 400 થી 500 ટી.બી. દર્દીઓ નોંધાય છે : કોરોનાકાળમાં 1 લાખ 20 હજાર ટી.બી.ના દર્દીઓ નોંધાયા જેમાંથી 87% સાજા થયા : ‘ટીબી આરોગ્ય સાથી’ એપ લોન્ચ કરાઈ(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :રાજ્યમાં દર અઠવાડિયે 500 જેટલા નવા ટી.બી. દર્દી નોંધાય છે. આ તમામનું સત્વરે નિદાન કરીને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા આરોગ્ય વિભાગના ટી.બી. વિભાગ દ્વારા આયોજનબધ્ધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળમાં પણ રાજ્ય ભરમાં એક લાખ 20 લાખ જેટલા ટી.બી.ના દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 87% થી વધુ દર્દીઓની રાજ્ય ટી.બી. વિભાગ દ્વારા સચોટ સારવાર કરીને તેમને સાજા કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય પણ ટી.બી. મુક્ત બને તે માટે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સિવિલ મેડિસીટીના રાજ્ય ક્ષય તાલીમ અને નિર્દશન કેન્દ્ર દ્વારા યોજાયેલા મીડિયા સેન્સીટાઇઝેશન અને મીડિયા સંવાદ કાર્યક્રમમાં આ વિગતો અપાઈ હતી.
આ સેમિનારમાં નેશનલ હેલ્થ મિશનના એમ.ડી. રમ્યા મોહને જણાવ્યું હતું કે, ટીબી રોગ અંગે સમાજમાં રહેલી માન્યતા દૂર કરવામાં મિડીયાની ભુમિકા મદદરૂપ થઈ શકે છે. થોડાક પણ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે જવા લોકોને સમજાવી શકે છે. આ ઉપરાંત આ રોગ અંગે જનજાગૃતિ ફેલાવામાં પણ મિડીયાની ભુમિકા નિર્ણાયક નબનશે તે પણ નિશ્ચિત છે એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2025 સુધીમાં ટી.બી. મુક્ત ભારત બનાવવા અને દેશભરમાંથી ટી.બી. ને નેસ્તનાબૂદ કરવા માટે “ટી.બી. હારેગા, દેશ જીતેગા” જન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સંવાદમાં મીડિયા મિત્રો ના સહયોગથી રાજ્યભરમાં ટી.બી. અંગે જનજાગૃતિ ને જન આંદોલન બનાવી મોટાપાયે લોકજાગૃતિ આરંભી શકાય તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ.
ટી.બી.ના સંયુક્ત નિયામક ડૉ. સતીષ મકવાણા દ્વારા રાજ્યમાં ટી.બી.ની વર્તમાન સ્થિતિ અને તેની નાબૂદિ માટેના આરોગ્ય વિભાગ અને સરકારના પ્રયાસો વિશેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. તેઓએ આ સંદર્ભે કહ્યું હતું કે, રાજ્ય ક્ષય વિભાગ દ્વારા સ્કુલ, કૉલેજ, ગ્રામસભા, આશાવર્કરો, આરોગ્યકર્મીઓના માધ્યમથી ટી.બી. વિશેની જનજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આ જનજાગૃતિ અભિયાનમાં મીડિયાની ભૂમિકા અહમ અને મહત્વની છે. ઇલેક્ટ્રોનિક અને પ્રીન્ટ મીડિયા તેમજ વિવિધ પ્રચાર પ્રસારના માધ્યમો , સોશિયલ મીડિયાના સહયોગથી શહેરી તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં ટી.બી. અંગેની જાગૃકતા કેળવી શકાય છે. જે સંયુકત નિયામક દ્વારા વિવિધ જનજાગૃતિ અભિયાન ચલાવીને ટી.બી. નાબૂદી કાર્યક્રમમાં સરકારને સહભાગી થવા મીડિયા મિત્રો અપીલ કરવામાં આવી હતી.
ટીબી ( ક્ષય) એ માઈક્રોબેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસિસ નામના જંતુથી થતો જંતુજન્ય રોગ છે. આ રોગ મુખ્યત્વે ફેફસાને અસર કરે છે. તેમ છતા શરીરના અન્ય ભાગમાં પણ ટીબી થઈ શકે છે. ગુજરાતમાં ક્ષય રોગ નિયંટ્રણ કાર્યક્રેઅમ સને ૧૯૬૨થી અમલમાં છે. રાજ્યમાં કુલ ૩૩ જિલ્લા ક્ષય કે ન્દ્રો તથા ૮ કોર્પોરેશનમાં કાર્યરત છે. તેમજ તમામ તાલુકાઓમાં અને શહેરી વિસ્તારોમાં થઈ કુલ ૩૦૬ ટીબી યુનિટ કાર્યરત છે. ભારતના સંદર્ભમાં રાજ્યની સ્થિતી જોઈએ તો, વિશ્વ સ્તરે ૧૦ મિલિયન ટીબી કેસ નોંધાયા છે તેની સામે ભારતમાં ૧૮.૧૨ લાખ અને ગુજરાતમાં ૧૨૦ લાખ કેસો નોંધાયા છે. આ રોગ નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ગુજરાતને વર્ષ ૨૦૧૩,૨૦૧૫, ૨૦૧૮ અને ૨૦૧૯માં ભારત સરકાર તરફથી સારી કામગીરી માટે એવોર્ડ મળ્યો છે.
આ પ્રસંગે, જાહેર આરોગ્યના એડિશનલ ડાયરેક્ટર એચ.એફ.પટેલ, ટીબી હોસ્પિટલના ડાયરેક્ટર રષેન્દુ પટેલ અન્ય તબેબો-મિડીયાકર્મિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

TejGujarati