એચ.એ. કોલેજના એન.એસ.એસ. વિભાગનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાઈ ગયો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના એન.એસ.એસ. યુનીટના કોઓર્ડીનેટર નટુભાઈ વર્માએ મુખ્ય વક્તા તરીકે કહ્યું હતુ કે એન.એસ.એસ. માં જોડાવાથી સ્વ વિકાસ, સ્વયં શિસ્ત તથા જીવન પ્રત્યે હકારાત્મક વલણ ઉભુ થાય છે. જીવનમાં કોઈપણ કામ નાનુ હોતુ નથી. તમને સોંપવામા આવેલુ કામ ખુબજ ચીવટપૂર્વક તથા નિષ્ઠાથી કરવુ જોઈએ. વિદ્યાર્થી અવસ્થામાં જવાબદારી નીભાવવાની ટેવ પડે છે જેનાથી સમજણ તથા પરીપક્વતા ઉભી થાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે યુવાવસ્થામાં દેશ પ્રત્યેનું કર્તવ્ય તથા વફાદારી ઉભી કરવા એન.એસ.એસ. માં જોડાવુ જરૂરી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના વિદ્યાર્થીઓમાં વિકસાવવા માટે શૈક્ષણીક સંસ્થાઓએ તક પૂરી પાડવી જોઈએ. ગાંધીજી તથા સરદાર પટેલની કલ્પના મુજબના ભારતનું નિર્માણ કરવા માટે યુવાનોને આઝાદીનો ઈતિહાસ તથા સ્વાતંત્ર્ય સેનાનીઓની દેશ પ્રત્યેનો અભિગમનો ચિતાર રજૂ કરવો જોઈએ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન પ્રા.ચેતન મેવાડા તથા પ્રા.એચ.બી ચૌધરીએ કર્યું હતુ.

TejGujarati