બહુમતી આદિવાસી સમાજના દબાણ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નેસના રબારી ભરવાડ અને ચારણ સમાજને અનુ.જનજાતિ માંથી દૂર કરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે

સમાચાર

જય માતાજી

બહુમતી આદિવાસી સમાજના દબાણ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નેસના રબારી ભરવાડ અને ચારણ સમાજને અનુ.જનજાતિ માંથી દૂર કરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારે જણાવવા માંગુ છું કે બંધારણ માં ક્યાંય અનુસૂચિત જનજાતિ ની વ્યાખ્યા જ નથી. રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્ય ના રાજ્યપાલ સાથે પરામર્શ કરીને જે તે રાજ્ય માટે અનુસૂચિત જનજાતિ ની યાદી જાહેર કરે છે.

હવે આજે અનુસૂચિત જનજાતિ માં સમાવેશ કરાયેલા દુબળા,તળાવિયા,હળપતિ સમાજ ના ઇતિહાસ અને તેમના અનુસૂચિત જનજાતિ ના દરજ્જા બાબતે સ્પષ્ટતા કરવા માગું છું.

હવે પ્રથમ તો કહેવા માગું છું કે અમે કોઈપણ અનુસૂચિત જનજાતિ સમાજ હોય ,તે પછી સંખ્યા ની દ્રષ્ટિએ નાનો હોય કે વિશાળ હોય અમે કોઈ નો વિરોધ કરવા માંગતા નથી.જે લોકો ને બંધારણ દ્વારા અનુસૂચિત જનજાતિ નો દરજજો અપાયો છે તેનો અમે કોઈપણ જાત નો વિરોધ કરતા નથી.

પરંતુ અમને પણ બંધારણ દ્વારા અનુસૂચિત જનજાતિ નો હક્ક મળેલ છે અને તમે અમારો ખોટો વિરોધ કરો છો ત્યારે અમારે તમારો વિરોધ કરવો પડે છે.

હવે વાત કરીએ આ દુબળા,તળાવીયા અને હળપતિ સમાજ ની.

મિનિસ્ટ્રી ઓફ લો ,જસ્ટિસ એન્ડ કંપની અફેયર્સ ના 20 સપ્ટેમ્બર 1976 ના એક્ટ નંબર 108 મુજબ ,ગુજરાત રાજ્ય માટે ની અનુસૂચિત જનજાતિ યાદી માં 10 માં નંબર ઉપર દુબળા,તલાવીયા,હળપતિ સમાજ નો સમાવેશ થયેલ છે.

👉👉હવે આપણે દુબળા શબ્દ નો પ્રયોગ કરવો પડ્યો કેમ કે મહામહિમ રાષ્ટ્રપતિ ના જાહેરનામા માં ઉલ્લેખ છે,નહિતર આદિજાતિ વિકાસ વિભાગ ના પરિપત્ર ક્રમાંક પરચ/1097/મ 124/ચ તારીખ 05/06/1999 મુજબ સરકારી કચેરીઓ,બોર્ડ,નિગમ,કોર્પોરેશન ,શાળા,કોલેજ,યુનિવર્સિટી માં પણ દુબળા ના સ્થાને હળપતિ અથવા તલાવીયા શબ્દ નો ઉલ્લેખ કરવાનો છે અને ગ્રામ પંચાયત ના રેકર્ડ માં પણ હળપતિ,તલાવીયા નો ઉલ્લેખ કરવાનો છે.તેમજ આ જાતિ ના લોકો નો કોઈ વિસ્તાર હોય તેને પણ હળપતિ વાસ કે તલાવીયા વાસ તરીકે સંબોધિત કરવાનું,રોજબરોજના પત્ર વ્યવહાર માટે હળપતિ અને તલાવીયા શબ્દ પ્રયોજવા ના છે અને આ શબ્દો ના ના લીધે અનુ.જનજાતિ ના ભાઈઓ ને મળવાપાત્ર લાભ માં કોઈ વિપરીત અસર થશે નહિ.

હવે આપણે તલાવીયા ,હળપતિ શબ્દ નો જ ઉલ્લેખ કરશું.

હવે આ તલાવીયા ,હળપતિ સમાજ ની ચર્ચા કરીએ તો આ સમાજ પોતાને મૂળ રાજસ્થાન ના મેવાડ ના રાજપૂત રાઠોડ ગણાવે છે
હળપતિ સમાજ 70 ટકા ની આસપાસ ભૂમિહીન મજૂર તરીકે કાર્ય કરે છે.મોટાભાગે આ હળપતિ સમાજ ના લોકો બિનઆદિવાસી લોકો સાથે સપાટ અને ફળદ્રુપ મેદાન વિસ્તાર માં રહે છે
આ સમાજ ને હળપતિ નામ સરદાર પટેલ ,ગાંધીજી અને જુગતરામ દવે ના લીધે મળેલ.તારીખ 26/1/39 ના દિવસે ગાંધી બાપુએ હળપતિ શબ્દ પ્રયોજી ને આશીર્વચન આપેલ ત્યાર થી હળપતિ શબ્દ પ્રચલિત બન્યો અને જુગતરામ દવે દ્વારા વ્યાપક બનાવવામાં આવ્યો.
હવે ખાસ જોવા જઈએ તો આ હળપતિ સમાજ રાજપૂત રાઠોડ વંશ ના ગણાવે છે અને એમ કહેવાય છે કે દુબળા અને કોળી ના પૂર્વજો મૂળભૂત રીતે સમાન હતા.
તલાવીયા શબ્દ બાબતે એવું છે કે
પરશુરામ ના સમય માં આ ક્ષત્રિય જાતિ ની રક્ષા રાઠોડ ના અસલ કુળદેવી નાગણેસ્વરી માતાજી એ તુલજાભવાની ના રૂપ માં તળાવ માં ઉતરી ને રાઠોડ ને રક્ષણ આપ્યું ત્યાર થી તલાવીયા કહેવાયા.
એક દંતકથા મુજબ રાઠોડ ના કુળદેવી નાગણેશવરી માતાજી એ તળાવ કિનારે ધેરીયા રાસ ના વસ્ત્ર માં સજ્જ થઈ ને રક્ષણ આપ્યું ત્યાર થી તલાવિયા થયા હોવાનું મનાય છે.
અમુક લોકો ના મતે ઇસ 1576 પછી રાજસ્થાન માંથી ગુર્જર પ્રદેશ માં આવ્યા ત્યારે તલવાર શિવાય કોઈ વસ્તુ ન હતી,આથી તલવાર પરથી તલવારીયા અને તલાવીયા શબ્દ આવ્યો.
ઉપરોક્ત બાબત બે બાબતો સ્પષ્ટ કરે છે કે તેઓ પોતાને રાજપૂત રાઠોડ ઠરાવે છે અને તેઓ તલાવીયા જાતિ માં ઊંચા છે અને તેઓ ના કુળદેવી નાગણેશવરી માતજી ઉપર થી ખ્યાલ આવે છેકે તેઓ મૂળ રાજપૂત જ છે અને તેઓમાં રાઠોડ અટક વધુ જોવા મળે છે.
તળાવીયા,હળપતિ સમાજ ના પૂર્વજો અને તેઓ પરાપૂર્વ થી જંગલ માં રહેતા નથી.તેઓ ને જંગલ સાથે કોઈ દિવસ નાતો રહ્યો જ નથી. તેઓ દક્ષિણ ગુજરાત ના ગામડાઓ માં વસવાટ કરતા આવ્યા છે.તેઓની પાસે તેઓ ની પોતાની માલિકી ની જમીન નથી.તેઓ ખેત મજૂરી કરીને જીવનનિર્વાહ ચલાવે છે

આ લોકો કયારેય પરાપૂર્વ થી જંગલ માં રહેલ નથી.તેઓ ના નામ માંજ હળપતિ એટલે હળ નો પતિ .તેઓ ખેતી નું કામ ,મજૂરી કરે છે અને ખૂબજ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે.

હવે જંગલ સાથે પરાપૂર્વ થી ના રહેતા હોવા છતાં,રાજપૂત સમાજ ના વંશજો હોવા છતાં અને ગુજરાત માં માત્ર 500 વર્ષ થી વસવાટ કરતા હોવા છતાં માત્ર કપરી આર્થિક પરિસ્થિતિ ના કારણે તેઓ નો અનુસૂચિત જનજાતિ માં સમાવેશ કરવામાં આવ્યો.

હવે જે જાતિ નો ગુજરાત માં 500-600 વર્ષ નો ઇતિહાસ છે અને પોતાને રાજપૂત રાઠોડ ગણાવે છે અને તેઓ ક્યારેય હાલ કે પરાપૂર્વ માં જંગલ માં રહ્યા જ નથી તેઓને અનુસૂચિત જનજાતિ માં કઈ રીતે ગણી શકાય ???
તને સ્વયં વિચારી શકો છો
તેઓ જે વિસ્તાર માં રહે છે ત્યાંની ભાષા,બોલી બોલે છે તેઓની પોતાની કોઈ અલગ ભાષા બોલી નથી અને અન્ય ઉચ્ચ વર્ગ સાથે સામાજિક રીતે જોડાઈ ગયા છે ત્યારે અનુસૂચિત જનજાતિ માં રહેવા યોગ્ય છે ??

તેઓ દરિયા પાર થી દરિયાઈ માર્ગે આવીને મેદાન વિસ્તાર માં ઉજળિયાત ના હાળી તરીકે રહ્યા એટલે અને ખેતી કામ માં હળ ચલાવતા હોવાથી હળપતિ કહેવાય છે.તેઓ પાસે ખેતી ની જમીન સાવ ઓછા પાસે છે જે એવું અનુમાન લગાવી શકાય કે તેઓ દરિયા પાર થી આવ્યા હશે.

એંથોવન હળપતિ જાતિ ના 20 જેટલા પેટાવીભાગ જણાવે છે જેવા કે બાબા,બલાસરિયા,ચોરીઆ,દામાણી,ઇસરિયા,મંડવીઆ,તલાવીયા વગેરે
આ બધા માં ઘણા માં મૃત્યુ વિધી અલગ અલગ છે

તલાવીયા સામાજિક દ્રષ્ટિએ સૌથી ઊંચા ગણાય છે.તલાવીયા અને માંડવિયા એકબીજા સાથે બેસીને જમે છે.

તેમજ ચોખલીયા,વટોળીયા,ઠાકોરા,ગાંગલિયા,કનહરિયા જેવા જૂથો પણ છે
હલપતિઓ ની.પેટા જાતિ વચ્ચે લગ્નવ્યવહાર નથી હોતો અને ખાસ ભોજનસંબંધ પણ નથી હોતો.

હવે આ હળપતિ સમાજ નું જ એક જૂથ જે રાઠોડિયા તરીકે ઓળખાય છે અને વડોદરા ના ડભોઇ,છોટા ઉદેપુર ,મધ્ય ગુજરાતમાં વસે છે અને તેઓના તમામ રીતે હળપતિ ને મળતા આવે છે કુળદેવી પણ એક જ છે છતાં તે રાઠોડિયા sebc માં સમાવિષ્ટ છે 🤔🤔🤔🤔🤔

ખાસ વિચારવા લાયક બાબત છે

હવે જેવીરીતે આ હળપતિ,દુબળા અને તલાવીયા જાતિ ને અનુસૂચિત જનજાતિ નો દરજ્જો આપવામાં આવ્યો તેમજ આ રબારી, ભરવાડ અને ચારણ ને અનુસૂચિત જનજાતિ નો દરજ્જો આપવામાં આવ્યો.

તમે આ હળપતિ, અને તળાવીયા ને સાચા અને મૂળ નિવાસી ગણી ને સાચા આદિવાસી કહો છો તેઓ તો પોતાને રાજપૂત સમાજ ના વંશજો માને છે.અને તેઓ પરાપૂર્વ થી જંગલ માં પણ નથી રહેતા આવ્યા.અને ગુજરાત માં માત્ર 500 વર્ષ થી જ રહે છે.

જ્યારે આ રબારી,ભરવાડ અને ચારણ સમાજ તો સદીઓ થી જંગલ માં રહેતો આવ્યો છે
જંગલ ની રક્ષા કરતો આવ્યો છે.આ માલધારી સમાજ સદીઓથી ગીર,બરડા અને આલેચ ના જંગલ વિસ્તારમાં રહીને કપરી આર્થિક પરિસ્થિતિ ભોગવી ને જંગલ,વન્યપ્રાણીઓ, વન્યસંપદા ની રક્ષા કરતો આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આ હળપતિ સમાજ ના લોકો ને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા પાકા મકાનો બનાવી અપાય છે જ્યારે આ ગીર ,બરડા અને આલેચ ના માલધારીઓ હાલ ની તકે પણ કાચા ઝૂંપડા બનાવી ને ,વગર વીજળી એ રહે છે .અરે સરકાર દ્વારા પાકા મકાન બનાવવા માટે સહાય ની વાત તો દૂર રહી પણ પોતાના ખર્ચે પણ એક નાની દીવાલ બનાવાની મંજૂરી પણ વન વિભાગ આપતું નથી.આવી કપરી પરિસ્થિતિ માં હાલ ની તકે પણ ગીર બરડા અને આલેચ ના માલધારીઓ જીવે છે.

હવે આ હળપત,તલાવીયા સમાજ સમગ્ર અનુસૂચિત જનજાતિ માં સંખ્યા ની દ્રષ્ટિ એ ગુજરાત ના બીજો અને દક્ષિણ ગુજરાત માં પ્રથમ નંબરે આવે છે.આવી વિશાલ વસ્તી ધરાવે છે આ સમાજ.આ સમાજ નું વર્ષો થી પોતાનું વિધાનસભા માં બે ત્રણ ધારાસભ્યો નું પ્રતિનિધિત્વ રહેતું હોય છે આ ટર્મ માં નથી અને હજારો આ જાતિ ના લોકો સરકાર માં ઉચ્ચ હોદા ઓ અને નોકરી ઓ ભોગવે છે.જયારે આ અનુસૂચિત જનજાતિ માં સમાવેશ થયેલો નાનો માલધારી સમાજ શિક્ષણ થકી માત્ર થોડીક સરકારી નોકરી મેળવે,મેડિકલ ક્ષેત્રે આગળ વધે ત્યારે ખોટો વિરોધ ચાલુ થઈ જાય છે.

આદિવાસી આગેવાનો જ્યારે ત્યારે રબારી,ભરવાડ અને ચારણ જાતિ પર વારંવાર ખોટા આક્ષેપો કરીને અમને ખોટા સાબિત કરવાના પ્રયત્નો કરે છે અને પોતાને મૂળ નિવાસી ગણાવી ને જંગલ ના આદિવાસી ગણાવે છે તો તેમને કહેવા માગું છું કે અનુસૂચિત જનજાતિ માં સંખ્યા ની દ્રષ્ટિએ ગુજરાત માં બીજા ક્રમ ની અને દક્ષિણ ગુજરાત ની પ્રથમ ક્રમ ની આ હળપતિ,તલાવીયા અને દુબળા જાતિ નો ઇતિહાસ અને અનુસૂચિત જનજાતિ ના દરજ્જા ની વિગતો જોઈ લેજો.

અમે લોકો જેને બંધારણ દવારા કોઈ ને મળેલ હક્ક નો વિરોધ કરતા નથી પરંતુ તમે અમારો ખોટો વિરોધ કરો છો માટે અમારે આ બધી અનુસૂચિત જનજાતિ માં સમાવેશ થયેલી જાતિ ના ઇતિહાસ અને અનુસૂચિત જનજાતિ ના દરજ્જા ની સત્યતા ની વિગતો બહાર લાવવી પડે છે.

જો હવે rbc ને અનુ.જનજાતિ માંથી દૂર કરવાની પ્રક્રિયા થતી હોય તો આ હળપતિ,તલાવીયા સમાજ ની કેમ નહિ?

અને

હવે જો તમે જેને સાચા આદિવાસી કહો છો તે આ હળપતિ,તલાવીયા અને દુબળા સમાજ રાજપૂત ના વંશજો હોય,ગુજરાત માં માત્ર 500 વર્ષ થી જ રહેતા હોય,તેઓ અને તેમના પૂર્વજો ને જંગલ સાથે કોઈ નાતો જ ન હોય માત્ર આર્થિક કપરી પરિસ્થિતિ ના કારણે આવડા મોટા સમાજ ને અનુસૂચિત જનજાતિ નો દરજ્જો મળતો હોય તો આ રબારી,ભરવાડ અને ચારણ તો સદીઓ થી જંગલ માં રહેતો આવ્યો છે ,ખુબજ કપરી આર્થિક પરિસ્થિતિ માં જીવતો આવ્યો છે આવા સમાજ ને તમે ખોટો ગણો તે પહેલાં તમારી તમામ જાતિ બાબતે સંપૂર્ણ અભ્યાસ કરી લેજો.

હવે The S.C., S.T. and O.B.C. Classes (Regulation of
Issuance and Verification of Caste Certificates) Act,
2018.
અને The Gujarat Schedule Tribes (Regulation of Issuance
and Vertification of Certificates) Rules, 2020 ના નવા કાયદા અને નિયમો મુજબ કોઈપણ અનુસુચિત જનજાતિ ના લાભ લેતા પહેલા વિશ્લેષણ સમિતિ પાસે પ્રમાણપત્ર ચકાસણી કરાવવી ફરજિયાત છે અને તે મુજબ આ હળપતિ,તલાવીયા સમાજ ના લોકો નો સમાવેશ અનુ.જનજાતિ માં 6 સપ્ટેમ્બર 1950 માં બોમ્બે રાજ્ય ની યાદી માં 7 નંબર પર સમાવેશ થયેલ છે ,આથી તે જાતિ ના ઈસમો ને પ્રમાણપત્ર મેળવવા માટે કે વેરીફાય કરાવવા માટે આ 7 સપ્ટેમ્બર 1950 પહેલા ના રેવન્યુ રેકર્ડ આપવા ફરજીયાત છે ,1950 પહેલાના માતાપિતા,દાદા,કે પૂર્વજો ના 1950 પહેલા ના રેવન્યુ એટલે જમીન ના રેકર્ડ,સ્કુલ ના રેકર્ડ ,મતદાર યાદી ના રેકર્ડ આપવા પડશે

હવે તો એક તીર એક કમાન
સૌ અનુસુચિત જનજાતિ એક
સમાન
ના સૂત્ર અંતર્ગત આ હળપતિ ,તલાવીયા સમુદાય ને અનુસુચિત જનજાતિ માંથી દૂર કરવા માટે આધારભૂત ડોક્યુમેન્ટ સાથે ડ્રાફ્ટ બનાવી ને રજૂઆતો કરીએ અને 1950 પહેલા ના પુરાવાઓ ના આધારે જ પ્રમાણપત્ર ઇસ્યુ અને ચકાસણી થાય તે માટે લગત આધિકારીઓ અને વિશ્લેષણ સમિતિઓ ને લેખિત રજુઆત કરતા રહીએ અને જરૂર પડ્યે સિનિયર એડવોકેટ નો સલાહ લઈને હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરીએ કેમ કે જો એક અનુસુચિત જનજાતિ પર અન્યાય થાય તો પછી નાછૂટકે આવા પગલાં લેવા જરૂરી છે

વિષ્ણુ દેસાઈ કન્વીનર માલધારી અનામત આંદોલન સમિતિ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •