દિવ્ય જીવનનો મર્મ સમજવા જેવો છે. – મહંત અશોક વાઘેલા.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

દિવ્ય જીવન નો મર્મ સમજવા જેવો છે. ઋષિઓ અને શાસ્ત્રો કહે છે કે માણસ નું અંતિમ ધ્યેય ઈશ્વર નો સાકષાત્કાર કરે છે. પૂજ્ય ગાંધી બાપુ કહેતા કે હુ પાણી વિના જીવી શકુ પણ ઈશ્વર વિના ન જીવી શકુ. આવી એમની ઈશ્વર પ્રત્યે પ્રબળ શ્રઘ્ધા હતી. પૂજય ગાંધી બાપુ કહેતા સત્યના શોધક ને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે પણ સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધા તેને કચડી શકે તેવો તે અલ્પ બની રહે છે.
પ્રભુ ભક્ત સદાય ખૂબ નમ્ર હોય છે. તેનામાં અહંમ નો છાંટો પણ નથી હોતો. આથીજ પૂજ્ય ગાંધી બાપુ સદાય કહેતા સત્ય એજ ઈશ્વર છે. સત્ય અને ઈશ્વર જુદા નથી. બ્રહ્મસૂત્ર નું એક સુંદર સત્યસ્વરૂપ વાક્ય છે.
” અથાતો બ્રહ્મ જિજ્ઞાસા ”
બ્રહ્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય જિજ્ઞાસા જન્મે તે પણ સદભાગ્ય કહેવાય.
ૐ નમઃ શિવાય, જય શ્રી હરિ
મહંત શ્રી અશોક વાઘેલા
પ્રાચીન શ્રી હરિ વિષ્ણુ મંદિર

TejGujarati