શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર વિભાગ-૯ (ખોખરા-ભાઈપુરા-હાટકેશ્વર-અમરાઈવાડી) દ્વારા લઘુરૂદ્ર યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર વિભાગ-૯ (ખોખરા-ભાઈપુરા-હાટકેશ્વર-અમરાઈવાડી) દ્વારા તા. ૨૩.૦૮.૨૦૨૧ને સોમવારના રોજ સૌને સુખાકારી તેમજ તંદુરસ્તી માટે લઘુરૂદ્ર યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં અમરાઈવાડીના શ્રી. જગદીશભાઈ પટેલ, મણિનગરના ધારાસભ્યશ્રી સુરેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, અમદાવાદ શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ શુકલ,શહેર બ્રહ્મ મહિલા પ્રમુખ ધારીણીબેન શુકલ, બ્રહ્મ પદાધિકારીઓ, ભાજપા મહિલા પ્રમુખ, તથા મહામંત્રી જેમીનીબેન દવે, ઉપરાંત સ્થાનિક કાઉન્સીલર્સ કમલેશભાઈ પટેલ(ખોખરા ) વાસંતીબેન પટેલ, જીગીશાબેન, શિવાનીબેન જનઈકર, ઓઢવ વોર્ડના કાઉન્સિલર રાજુભાઈ દવે, ભાજપા પદાધિકારીઓ મહેન્દ્રભાઈ પટેલ (ફુઆ), બી. એલ દેસાઈ, અનિલ જનઈકર, તેમજ વિભાગના બ્રહ્મ કારોબારી સભ્યો તથા મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહેલ. વિભાગના પ્રમુખ વિનોદભાઈ ઉપાધ્યાય તથા મહામંત્રી જયંતભાઈ રાવલ કારોબારી સભ્યો, યુવા પાંખ મહિલા પાંખ ધ્વારા સૌ મહેમાનોને આવકારવામાં આવેલ.

TejGujarati