મેં ગાંધીજીને શા માટે માર્યા – નાથુરામ ગોડસે

સમાચાર

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દીવસે નાથુરામ ગોડસે એ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી પરંતુ નાથુરામ ગોડસે હત્યા સ્થળ પરથી ભાગ્યો નહીં પરંતુ આત્મસમર્પણ કરી દીધું. નાથુરામ ગોડસે સહિત ૧૭ દેશભક્તો સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. આ મુકદમાની સુનવણી વખતે નાથુરામ ગોડસેએ સ્વયં વાંચીને જનતાને સંભળાવવાની અનુમતિ માંગી હતી. જેનો ન્યાયમૂર્તિ એ સ્વીકાર કર્યો હતો. પરંતુ આ વક્તવ્ય કોર્ટે સંકુલ સુધી જ સીમીત રહી ગયું હતું. કયારેક બહાર આવી શકયું ન હતું કેમકે સરકારે નાથુરામ ગોડસે ના આ વકતવ્ય પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ નાથુરામ ગોડસે ના નાના ભાઈ અને ગાંધીજી ના હત્યાના સહ આરોપી ગોપાલ ગોડસે એ ૬૦ વર્ષની લાંબી કાનુની લડાઈને અંતે સુપ્રીમ કોર્ટમાં વિજય મેળવ્યો અને આ વકતવ્ય પ્રકાશિત કરવામાં આવ્યું. મેં ગાંધી ને શા માટે માર્યા ??

નાથુરામ ગોડસેએ ગાંધીને મારવાની તરફેણમાં ૧૫૦ દલીલો ન્યાયાલયમાં પ્રસ્તુત કરી તેમાંના મુખ્ય મૃદા …

? નાથુરામ ગોડસે નો વિચાર હતો કે ગાંધીજી હિંદુઓ ને કાયર બનાવી દેશે. કાનપુરમાં ગણેશ શંકર નામના વિધાર્થી ને મુસલમાનોએ ખૂબ જ નિર્દયતાપૂર્વક મારી નાંખ્યો હતો. મહાત્મા ગાંધી બધા હિંદુઓને ગણેશ શંકર ની જેમ અંહીસા ના માર્ગ પર ચાલીને બલિદાન આપવાની વાત કરતા હતા. નાથુરામ ગોડસે ને ભય હતો કે ગાંધીજી ની આ અહીંસા વાળી નિતી હિંદુઓને કમજોર બનાવી દેશે અને તે કયારેય પોતાનો અધિકાર પ્રાપ્ત નહી કરી શકે…..

? ૧૯૧૯ માં અમૃતસરના જલિયાંવાલા બાગ ના હત્યાકાંડ વખતે બ્રિટિશ શાસન પ્રત્યે પુરા દેશમાં ભયાનક આક્રોશ ભભૂકી ઊઠયો હતો. ભારતીય જનતા આ અમાનવીય નરસંહાર કરનાર જનરલ ડાયર પર અભિયોગ ચલાવવાની આશા લઈને ગઈ પરંતુ ભારતવાસીઓ ના આ આગ્રહ ને સમર્થન આપવાની ગાંધીજી એ સાફ શબ્દોમાં ના કહી દીધી.

? મહાત્મા ગાંધીએ ખિલાફત આંદોલનને સમર્થન આપીને ભારતીય રાજકારણમાં સાંપ્રદાયિકતા નું ઝેર ઘોળ્યું હતું. મહાત્મા ગાંધી પોતે હંમેશા મુસલમાનો ના હિતેચ્છુ તરીકે જ પેશ આવતા હતા. કેરળ ના મોપલા મુસલમાનો દ્વારા ત્યાંના ૧૫૦૦ હિન્દુઓને મોતને ઘાટ ઉતારવાની અને ૨૦૦૦ હિંદુઓને મુસલમાન બનાવવાની ધટનાનો વિરોધ પણ ના કરી શકયાં

? કોન્ગ્રેસ ના ત્રિપુરા અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ બહુમતીથી કોન્ગ્રેસ ના અધ્યક્ષ તરીકે ચુંટાયા પરંતુ પરંતુ ગાંધીજી પોતાના પ્રિય સીતારમૈયા નું સમર્થન કરી રહ્યા હતા. અને ગાંધીજી એ સુભાષચંદ્ર બોઝ ને જબરદસ્તી થી રાજીનામું આપવા મજબૂર કરી દીધા. હતા. {{ ઈતિહાસ જાણતા હશે એને આ ધટના જરૂર યાદ આવી હશે કે નહેરુ ને વડાપ્રધાન બનાવવા એ માટે કોન્ગ્રેસ કમિટી મા ૨૦ માથી ૧૮ મત સરદાર પટેલ ને મળ્યા હતા છતાં પણ ગાંધીજીના આગ્રહ ને વશ થઈને સરદાર પટેલે વડાપ્રધાન પદ છોડયું હતુ. }}

? ૨૩ માર્ચ ૧૯૩૧ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૂ ને ફાંસીની સજા આપવામાં આવી. સમગ્ર દેશવાસીઓ આ વીર બાળકો ની ફાંસી ટાળવા ગાંધીજી ને પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ ગાંધીજી એ ભગતસિંહની આ અહિંસા ને અયોગ્ય કહીને દેશવાસીઓની આ માંગનો અસ્વીકાર કર્યો હતો. {{ નહીંતર ગાંધીજીના ખાલી વિરોધ માત્રથી આ ફાંસીની સજા અટકાવી શકાય હોત }}

? ગાંધીજી એ કાશ્મીરના રાજા હરિસિંહ ને કહ્યું કે કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી હોવાથી ત્યાં નો રાજા કોઈ મુસલમાન હોવો જોઈએ. આથી રાજા હરિસિંહે કાશી જઈને પ્રાયશ્ચિત કરવું જોઈએ. આનાથી ઉલટું ગાંધીજી હૈદરાબાદના નિઝામ ના શાસનની તરફેણ કરતા હતા જોકે હૈદરાબાદમાં બહુમતી વસ્તી હિંદુઓની હતી. ગાંધીજીની નિતી ધર્મની સાથે બદલતી રહેતી હતી. તેમના મૃત્યુ પછી સરદાર પટેલે સશકત બળના સહયોગથી હૈદરાબાદ ને ભારતમાં સમાવ્યું. ગાંધીજી ના રહેતા આ કાર્ય શક્ય ના બન્યું હોત.

? પાકિસ્તાનમાં થઈ રહેલાં ભીષણ નરસંહાર થી કોઈ પણ રીતે પોતાનો જીવ બચાવી ને ભારત આવવા વાળા શરણાર્થી હિંદુઓને દિલ્હી ની ખાલી પડેલી મસ્જિદોમાં જયારે આશરો લીધો ત્યારે મુસલમાનોએ મસ્જિદોમાં રહેવાવાળા હિંદુઓનો વિરોધ કર્યો અને ગાંધીજી તેમની સામે નતમસ્તક થઈ ગયા. ગાંધીજીએ તે શરણાર્થીઓને કે જેમાંથી મોટા ભાગના લોકો વૃધ્ધ સ્ત્રીઓ અને બાળકો હતા તેઓને મસ્જિદની બહાર કાઢી દીલ્હી ની કાતિલ ઠંડીમાં બહાર રોડ ઉપર રાત વિતાવવા માટે મજબૂર કરી દીધા.

? મહાત્મા ગાંધીએ દીલ્હી સ્થિત મંદિરમાં પોતાની પ્રાથનસભામાં નમાજ પઢી તેનો વિરોધ પુજારીથી લઈને દરેક લોકોએ કર્યો. પણ ગાંધીજી એ તેમને ગણકાર્યા નહીં.

? લાહોર કોન્ગ્રેસમાં વલ્લભભાઈ પટેલનો બહુમતીથી વિજય થયો પરંતુ ગાંધીજી ની જીદને કારણે આ પદ જવાહરલાલ ને આપવામાં આવ્યું. ગાંધીજી પોતાની માંગ પૂરી કરવા માટે ઉપવાસ, ભૂખ હડતાલ, રિસાઈ જવું, કોઈ સાથે વાતચીત ન કરવી વગેરે જેવી યુક્તિઓ અજમાવવામાં માહીર હતા. અને તેના માટે તે નિતિ-અનિતી નો લેશમાત્ર વિચાર કરતાં ન હતાં.

? ૧૪ જુન ૧૯૪૭ માં દીલ્હીમાં આયોજિત અખિલ ભારતીય કોન્ગ્રેસ સમિતિની બેઠકમાં ભારત વિભાજન ના પ્રસ્તાવનો અસ્વીકાર થવાનો જ હતો કે ગાંધીજીએ ત્યાં પહોંચીને પ્રસ્તાવને સમર્થન કરાવ્યું એ પણ ત્યારે કે ગાંધીજી એ ખૂદ કહ્યું હતું કે ભારત દેશના ટુકડા મારી લાશ પર થશે. છતાં પણ ફકત દેશના ટુકડા જ નહીં પરંતુ લાખો નિર્દોષ લોકોનો કત્લેઆમ થયો અને ગાંધીજી એ કંઈ જ કર્યુ નહીં.

? ધર્મનિરપેક્ષતા ના નામ ઉપર મુસ્લિમ તૃષ્ટિકરણ કરવા વાળા ગાંધીજી જ હતા. જયારે મુસલમાનો દ્વારા હીંદી નો રાષ્ટ્ર ભાષા બનાવવાનો વિરોધ કર્યો કે તરત જ ગાંધીજી એ તેનો સહર્ષ સ્વીકાર કરી લીધો અને હીંદી ની જગ્યાએ હીંદુસ્તાની ભાષા { હીંદી + ઉર્દૂ ની ખીચડી } ને પ્રોત્સાહન આપવા લાગ્યા અને બાદશાહ રામ અને બેગમ સીતા જેવા શબ્દો નું ચલણ શરૂ થયું.

? થોડાક મુસલમાનો દ્વારા વંદે માતરમ્ ગીતનો વિરોધ કરવામાં આવ્યો અને ગાંધીજી એ આ પવિત્ર ગીત ને રાષ્ટ્રગીત ના બનવા દીધું.

? ગાંધીજી એ અનેક અવસરે શિવાજી, મહારાણા પ્રતાપ અને ગુરુ ગોવિંસ સિંહ ને પથભ્રષ્ટ દેશભક્ત કહયા જયારે બીજી બાજુ મહમ્મદ અલી જીણાં ને કાયદે આઝમ કહીને બોલાવતા હતા.

? કોન્ગ્રેસે ૧૯૩૧ માં સ્વતંત્ર ભારતનો રાષ્ટ્ર ધ્વજ બનાવવા માટે એક સમિતિની રચના કરી અને આ સમિતિએ સર્વસંમતિથી ભગવા વસ્ત્રોમાં વચ્ચે અંકિત થયેલા ચરખાની ડિઝાઈનને માન્યતા આપી પરંતુ ગાંધીજીની જીદને કારણે એને બદલીને તિરંગો કરવામાં આવ્યો…..

? જયારે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સોમનાથ મંદિર નો સરકારી ખર્ચે પુન:નિર્માણ કરવાનો પ્રસ્તાવ પાસ થયો તે તે પ્રસ્તાવ ગાંધીજી એ રદ કરાવ્યો. અને ૧૩ જાન્યુઆરી ૧૯૪૮ ના દિવસે આમરણાંત ઉપવાસ દ્વારા સરકારને દીલ્હી ની મસ્જિદોની સરકારી ખર્ચે પુનઃનિર્માંણ કરવા માટે ફરજ પાડી.

? ભારતની સ્વતંત્રતા પછી એક સમજૌતા હેઠળ પાકિસ્તાન ને ૭૫ કરોડ રૂપિયા આપવાનાં હતા. ભારતે ૨૦ કરોડ રૂપિયા આપી પણ દીધાં હતા. પણ આ સમય દરમ્યાન પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યુ. અને મંત્રી મંડળે આ આક્રમણને લીધે ૫૫ કરોડની શેષ રકમ ન આપવાનો નિર્ણય લીધો. આનો મહાત્મા ગાંધીએ વિરોધ કર્યો અને આમરણાંત ઉપવાસ શરૂ કર્યો. જેના પરિણામ સ્વરૂપે ભારતને ૫૫ કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવા પડયાં. મહાત્મા ગાંધી ભારતના નહીં પરંતુ પાકિસ્તાન ના રાષ્ટ્ર પિતા હતા. જે દરેક વાતમાં પાકિસ્તાન ની તરફેણમાં ઉભા રહેતાં. પછી ભલેને તેની માંગ ઉચિત હોય કે ના હોય ગાંધીજીએ તેની પરવા નથી કરી. ઉપરની ઘટનાઓ ને દેશ વિરોધી માની નાથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા ને યોગ્ય અને ન્યાયોચિત ગણાવવાનો પ્રયાસ કર્યો.

નાથુરામ ગોડસેએ કોર્ટમાં સ્વીકાર કર્યો કે ગાંધીજી મોટા દેશભક્ત હતા અને તેમણે નિ:સ્વાર્થ ભાવથી દેશની સેવા કરી હતી. પરંતુ કોઈ પણ દેશભક્તને દેશના ટુકડા કરીને કોઈ એક સંપ્રદાય સાથે પક્ષપાત કરવાની અનુમતિ હું નથી આપી શકતો. ગાંધીજી ની હત્યા સિવાય મારી પાસે કોઈ બીજો વિકલ્પ ન હતો.

નાથુરામ ગોડસે દ્વારા અદાલતમાં આપેલા બયાન ના મુખ્ય અંશ…..

? મેં ગાંધીજીની હત્યા નથી કરી વધ કર્યો છે……

? એ મારા દુશ્મન ન હતા પરંતુ એમના નિર્ણયો રાષ્ટ્ર માટે ઘાતક સાબિત થતાં હતા……

? જયારે વ્યક્તિ પાસે કોઈ રસ્તો નથી હોતો ત્યારે સારું કાર્ય કરવા માટે ખોટો રસ્તો અપનાવે છે….

? મુસ્લિમ લીગ અને પાકિસ્તાન નિર્માણની ગેરવ્યાજબી નીતિઓ ની પ્રતિ ગાંધીજી ની સકારાત્મક પ્રતિક્રિયાએ મને મજબૂર કરી દીધો….

? પાકિસ્તાનને ૫૫ કરોડ આપવાની ગેરવ્યાજબી માંગણીને લઈને ગાંધીજી ઉપવાસ ઉપર ઉતર્યા…..

? ભાગલા વખતે પાકિસ્તાનથી આવી રહેલા હિંદુઓની આપવીતી સાંભળી અને દુર્દશા જોઈને મારુ જીગર વલોવાઈ ગયું હતું….

? એક અંખડ હીંદુ રાષ્ટ્રને ગાંધીજી ને કારણે મુસ્લિમ લીગ સામે ધૂંટણિયે પડવું પડતું હતું……

? એક બેટાની સામે ભારતમાતા નું ખંડીત થઈ ને ટુકડાઓ માં વંહેચાવુ મારા માટે અસહનીય હતુ…….

? આપણી જ ધરતી પર આપણે પરદેશી બની ગયા હતા…..

? મુસ્લિમ લીગની બધીજ ગેરવ્યાજબી માંગણીને ગાંધીજી પુરી કરાવતા હતા યેનકેન પ્રકરણે……

? મેં એ નિર્ણય કર્યો કે મારે ભારતમાતાને હવે વધારે વિખંડીત અને દયનીય સ્થિતિમાં નહીં મુકાવા દેવી હોય તો મારે ગાંધીજીને મારવા જ પડશે. અને મેં એટલા માટે તેમને માર્યા….

? મને ખબર છે કે આના માટે મને ફાંસીની સજા થશે. પણ હું એના માટે પણ તૈયાર છું. અને હા રાષ્ટ્રભુમિ ની રક્ષા કરવી એ અપરાધ છે તો એ અપરાધ કરવા હું વારંવાર તૈયાર છું…

? જયાં સુધી સિંધુ નદી અખંડ ભારતના ધ્વજ નીચે ના વહેવા લાગે ત્યાં સુધી મારા અસ્થિઓ નું વિસર્જન નહીં કરતાં….

? મને ફાંસી આપતી વખતે મારા એક હાથમાં કેસરીયો ધ્વજ અને એક હાથમાં અંખડ ભારતનો નકશો હોય….

? હું ફાંસીએ ચડતી વખતે ભારતમાતાની જય બોલીશ…..

? હે ભારતમાતા મને દુઃખ છે કે હું તારી આટલી જ સેવા કરી શકયો….

નાથુરામ ગોડસે ??

TejGujarati