સુરત નિવાસી વિજેતા બન્યો અમદાવાદની રોડ સાયકલિંગ રેસમાં બીજા સુરત નિવાસીએ મહીલા રેસમાં બીજુ સ્થાન હાંસલ કર્યુ

રમત જગત

 

 

સેમ્સ પરફોર્મન્સ કોચિંગના વિદ્યાર્થીઓનુ અમદાવાદમાં ‘ઈન્ડીવિડ્યુઅલ ટાઈમ ટ્રાયલ’ (સાયકલિંગ રેસ)માં પ્રભુત્વ રહ્યું

 

સુરતઃ સુરત નિવાસી સચીન શર્મા અમદાવાદ-ગાંધીનગર રોડ ઉપર યોજાયેલી 22 કિ.મી.ની ઈન્ડીવિડ્યુઅલ રોડ સાયકલિંગ રેસમાં વિજેતા બન્યા છે. આ રેસમાં સમગ્ર રાજયમાંથી સ્પર્ધકો જોડાયા હતા. 15મી ઓગસ્ટના રોજ યોજાયેલી આ સાયકલિંગ રેસમાં સચીન શર્માએ પુરૂષોની રેસમાં બીજા સ્થાને આવેલા પાર્થ કરકરની તુલનામાં એક મિનીટથી વધુ સમયના માર્જીનથી વિજેતા બનીને પોતાની વધુ એક સિધ્ધિ નોંધાવી છે. સચીન શર્માં 5 વર્ષથી સાયકલિંગની તાલીમ લઈ રહયા છે. તેમણે 2019ની નેશનલ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ખેલો ઈન્ડીયા 2019માં રજત ચંદ્રક અને નેશનલ ચેમ્પિયનશિપ 2020માં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો.

 

આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં સામેલ થવાની મહેચ્છા રાખતા સચીન શર્મા જણાવે છે કે “મને ચાર વર્ષથી તાલીમ આપી રહેલા મારા કોચ સમીર શીંગાળાએ કરેલા આયોજન કર્યા મુજબ હું અમદાવાદની રેસમાં ટ્રેઈનિંગ માટે સામેલ થયો હતો. તેમના કોચિંગના કારણે મારા રાઈડીંગ અને એકંદર પરફોર્મન્સમાં અદભૂત પરિવર્તન આવ્યુ છે.”

 

સુરત સ્થિત સેમ્સ પરફોર્મન્સ કોચિંગએ વિશ્વ સ્તરનુ બાઈસિકલ રેસીંગ તાલીમ કેન્દ્ર છે. આ કેન્દ્ર રાઈડરના માત્ર શારીરિક આરોગ્ય ઉપર જ નહી પણ તેના માનસિક આરોગ્યનો ખ્યાલ રાખીને તે ઉચ્ચતમ પરફોર્મન્સ દાખવે તેનુ ધ્યાન રાખે છે. રોડ સાયકલિંગ રેસમાં માનવ ચંદવાની ત્રીજા ક્રમે રહયા હતા.

 

અર્પિતા પંડયા મહિલાઓની રોડ સાયકલિંગ રેસમાં વિજેતા બન્યાં હતાં જ્યારે ધારા પટેલ અને કિંજલ પટેલ અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે રહ્યાં હતાં. ધારા પટેલ પણ સેમ્સ પરફોર્મન્સ કોચિંગમા કોચિંગ લઈ રહયાં છે. સાયકલિંગ તરફ વળ્યા પહેલાં ઈનલાઈન સ્કેટીંગમાં અનેક મેડલ જીતી ચૂકેલી ધારા પટેલ જણાવે છે કે “ઈન્ડીવિડ્યુઅલ ટાઈમ ટ્રાયલમાં હું બીજા ક્રમે રહી છું અને મારા પરફોર્મન્સથી હું ખુશ છું. મેં જ્યારથી સમીર સરનુ કોચીંગ શરૂ કર્યુ છે ત્યારથી મારા કૌશલ્યમાં મને મોટુ પરિવર્તન અને સુધારો જોવા મળ્યો છે. તાલિમ માટેનો વૈજ્ઞાનિક અભિગમ વ્યક્તિગત અચરજ સર્જી શકે છે અને મેં છેલ્લાં થોડાં વર્ષમાં આ તફાવતનો અનુભવ કર્યો છે.”

 

ટ્રાયથલોન કેટેગરીની મેન્સ ઈવેન્ટમાં ચક્ષુ આહૂજા, રાઘવેન્દ્ર સિંહ ઝાલા અને જગત પટેલ અનુક્રમે પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. જ્યારે વિમેન્સ ઈવેન્ટમાં પૂર્વી શાહ પ્રથમ ક્રમે રહયા છે.

 

TejGujarati