સ્વ-તંત્રઉત્સવોત્સમ્ : ભાગ્યશ્રીબા વાઘેલા.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ભારત અને ભારતીય સંસ્કૃતિ બંન્ને જાણે એકમેકના પૂરક. નહિ કે આજના સદાકાળથી.વિધવિધ ઉત્સવો ને એ ઉત્સવો પાછળના ઉમદા હેતુઓ ને ઉત્સવ ને ય સહજપણે જીવી છૂટવાની ભાવના.વ્રતો તહેવારો ની તો અનોખી જ પરંપરા રહી છે આપણે ત્યાં પરંતુ આઝાદી ના દિન તરીકે ઉજવાતા સ્વાતંત્ર્ય દિન તથા ગણતંત્ર દિનને પણ આપણે ‘પર્વ’ તરીકે ઉજવી ને વળી પાછા માણી પણ જાણીએ.આ જ અનોખા પર્વ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી ‘બાબતો શ્રી દશરથબા મહેંન્દ્રસિંહજી રાજપૂત ભવન-લેકાવાડા(ગાંધીનગર)’ ખાતે.આમ તો સ્વતંત્રતા ના આદિકાળથી જ હિમાયતી એવા રાજપૂતોના ધિંગાણા ય પરોપકારાર્થે ને એના અમૂલા જીવન ય પર કાજ જ…વળી ઉપરે બારેય માસ મેઘદૂતમ્ ના મહામણિસિંગાર જેવી વહેતી ખુમારી!!!ઈતિહાસ સાક્ષ્ય સ્વરૂપે આજ પણ ઉચ્ચારી રહ્યો છે દેશ કાજ આપેલા કેસરિયા માથડા ને સોળસો સિંગાર ને દેશ ને જ પોતાનો સર્વસ્વ માનીને જીવ ના બલિદાન આપનારી ખમીરવંતી નારીઓના વિશાળ હ્રદય ના સ્વર્ણાક્ષરી દોહાઓને, કથા-કવિતા ને પ્રસંગોને!નારીજાત તો આમેય પ્રાચીન કાળથી સર્વ કાર્યો માં ન્યોછાવર રહી જ છે એ ચાહે કોઈ પણ નારી જાત હોય…જેમાં ક્યારેય કોમવાદ કે ઊંચ-નીચ કે જાતપાત ન જોઈ શકાય.એને તો બસ પરામ્બાશક્તિ તરીકે જ કથિત કરવી લેખે લાગશે.ખૈર,આ તો ભુમિકા સ્વરૂપ ઈતિહાસ ની વાતો.મૂળ તો પર્વની ઉજવણી જાણે ની શરૂઆત જ સતી સીતાના ચિહ્ન સ્વરૂપ એવા આસોપાલવ ના પર્ણોથી થઈ. વાત કરે કહેવામાં સામાન્ય પણ એના એક એક પર્ણો ને બાંધતા ને પરોવતાં એક જ સંદેશ વહેતો કરવાનો હેતુ કે, જેમ પારકા મૂલક માં ય સતીએ એના સત્ નહોતા છોડ્યા એમ આપણે…હા, આપણે ‘ભારતવર્ષના સંતાનો’ જગતના કોઈ પણ ખૂણામાં હોઈએ કે રહીએ પણ નિષ્ઠા,સમર્પણ ને ઈશ્વરના જગત મધ્યે હોવાનું એકમાત્ર પ્રમાણ એવું હ્રદય જેને કહીએ એના દરબારમાં તો સિંહાસનાવસ્થારુપે ‘ભારત’ નામનો રાજવી જ રાજ કરી જાણે!નિવૃત આઈપીએસ અધિકારી શ્રી જે.એલ.રાણાસાહેબશ્રી દ્વારા શાનથી ત્રિરંગો લહેરાવવામાં આવેલ ને પછી તો શું હવાની એક એક લહેરખી સાથે નેત્રવતી સમા આભના ઉતુંગોત્તમ પટ્ટમાં લહેરાતા ત્રિરંગા સાથે જાણે એક એક શ્વાસે નવો શ્વાસ ઉમેરાય એમ નજર તાકી રહે ને રાષ્ટ્રગાન ને રાષ્ટ્રીય ગીત ના સૂર જાણે અત્તર માફક અંતરમાં મહેંકી ને મહોરી ઉઠેલા.સંસ્થાના શ્રેષ્ઠોત્તમ સંચાલક એવા ને અમારા ‘મૂછાળી મા’ સમાન શ્રી અશોકસિંહજી પરમાર સાહેબ દ્વારા એમની ઉદાર,સહજ અને સચોટ ભાષામાં ભાવમય સુંદર વક્તવ્ય દ્વારા પોતાના સંતાનોને સંબોધિત કરેલ.જગત સ્વયં એક મિરેકલ એ જ ઉદ્દેશ સિદ્ધ કરતા શ્રી જયદેવસિંહજી સાહેબ દ્વારા અદભૂત મેજિક શો નું પણ આયોજન કરવામાં આવેલ.જેમ શાંતિ પમાડે તેને સંત કહીએ-એ જ ઉક્તિ સમાન આશ્વર્ય ‘જન્માવે’ તેને જાદુગર કહીએ.જે લોકિક જાદુ થી માંડી ક્યારેક ‘જગતના જાદુગર’ સુધી પહોંચવાની કેડી પણ ખોલી દેતા હોય છે ખરું ને!?!શ્રી રમજુભાસાહેબ જાડેજાના વચનોનો પણ લહાવો મળ્યો.ને અમારા લાડકવાયા દાદબાપુ શ્રી સહદેવસિંહજી સાહેબ સ્વયં પોતાનામાં એક ઈમાન તથા નિષ્ઠા સ્વરૂપ આદિત્ય સમાન શોભી રહેલા.તથા સંસ્થાના અનેકાનેક સહયોગીઓ જેમાં નાના થી માંડી વડેરાઓ તમામે પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા દર્શાવેલી ને જાણે ભારતવર્ષને શ્વાસે શ્વાસે જીવી જાણ્યો.તથા નામજોગ સર્વજ્ઞભવાની સ્વરૂપા દીકરીઓ કહી શકું તો,હેમાદ્રીબા ઝાલા, પ્રિયાંશીબા ઝાલા,કૃતિકાબા રાણા,શક્તિબા,ધારાબા,કવિતાબા,વિશ્વેતાબા ને ભાઈ શ્રી દિવ્યરાજસિંહ ઝાલા એ પોતાના વાક્પ્રબંધ પાઠવેલા તથા એ તમામ જેમણે જાણ્યે-અજાણ્યે યથાશકિત યોગદાન આપેલ એ દરેક પ્રત્યે તથા દેહ મધ્યે રહેલા આત્મતત્વ સમાન આ સંસ્થા અને આ ધરતી ને મારું હ્રદય ધરી સત્યનિષ્ઠા અર્પી રહું.સ્વરૂચિ ભોજન બાદ છૂટ્ટા પડ્યા ને અંતે ત્રિરંગો સ્વયં શ્વસતો ગગનના ગોખે રહેલા ભાણ ને દીપાવતો રહ્યો…ઝળહળ…ઝળહળ…ઝળહળ….જે ચિરકાળ રહેશે. જય હિન્દ.જય ભારત.અસ્તુ.

TejGujarati