‘થ્રી આઇ બ્રધર’ અને ‘કિઆન ક્રિએશન’ના સહયોગથી “આંત્રપ્રીન્યોર એવોર્ડ 2021″નું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

‘થ્રી આઇ બ્રધર’ અને ‘કિઆન ક્રિએશન’ના સહયોગથી “આંત્રપ્રીન્યોર એવોર્ડ 2021″નું આયોજન

કોરોનાને આજે દોઢેક વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે ત્યારે આ સમય દરેક માટે કપરો બની રહ્યો છે તેમાં પણ નાના મોટા બિઝનેસ સાથે જોડાયેલા આંત્રપ્રીન્યોરને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ઘણા એવા પણ હશે કે જેમણે પોતાનો બિઝનેસ બંધ પણ કરી દીધો હશે પરંતુ કઠિન સમયમાં પણ આપણા માટે ઉદાહરણ સાબિત થયા છે ઘણા બિઝનેસમેન, કેમકે તેમને કોરોનામાં પણ પોતાની આવડત, સમજણ અને આત્મવિશ્વાસ અને સાહસથી આ કપરા સમયમાં પણ બિઝનેસ કરી જાણ્યો છે. જેથી તેમને બિરદાવવાનું અને નવી જનરેશન કે જેઓ બિઝનેસ કરવા માંગે છે તેમને પ્રેરણા આપવાના હેતુસત
‘થ્રી આઇ બ્રધર’ના ઓનર એવા નિધી જોષી અને ‘કિઆન ક્રિએશન’ના ઓનર વિશાલ મહેતાએ નક્કી કર્યું હતું. ગુજરાતના જાણીતા 35 બિઝનેસમેનને સ્વતંત્રના દિવસે
“આંત્રપ્રીન્યોર એવોર્ડ 2021” આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રાઈડ પ્લાઝા હોટેલ, અમદાવાદ ખાતે આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમ ‘સગુન’ ગ્રુપના સપોર્ટથી થયો હતો. જેમાં મહાનુભાવો શ્રી સી.આર. પાટીલ (બીજેપી અધ્યક્ષ), શ્રી હર્ષ સંઘવી (એમ.એલ.એ.) આરોહી પટેલ (ગુજરાતી એક્ટર) પણ હાજર રહ્યા હતા.

‘થ્રી આઇ બ્રધર’ના ઓનર એવા નિધી જોષીએ જણાવ્યું કે, ‘થ્રી આઇ બ્રધર’ અને ‘કિઆન ક્રિએશન’ના સહયોગથી ઑગસ્ટ 2020થી આ એવોર્ડ સેરેમની યોજાઇ રહી છે. એટલે કે, કોરોનામાં જ આ એવોર્ડ આંત્રપ્રીન્યોરને પ્રોત્સાહન આપવા શરૂ કર્યો હતો.

TejGujarati