ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ

ગુજરાતી નાટકમાં આપણી સંસ્કૃતિની ઝલક હોય છે અને સમાજ ઉપયોગી મેસેજ તેના દ્વારા આપવામાં આવે છે.
“શેમારૂ” એક એન્ટરટેઈનમેન્ટ કંપની છે, જેના મુળ ગુજરાત સાથે પણ જોડાયેલા છે. “શેમારૂ” વર્ષોથી કલા સ્વરૂપને પ્રોત્સાહન આપતી આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય, થીયેટર કલ્ચરને પ્રોત્સાહન આપવાનો છે. આજના આ આયોજન દ્વારા એક જ છત નીચે ગુજરાતી મનોરંજનના સૌથી મોટા અને લોકપ્રિય કલાકારો એકઠા થયા છે. ગુજરાત્તી નાટ્ય કલા સ્વરૂપને વધુ લોકો સુધી પહોંચાડવાનો
નાટક રસીક પ્રેક્ષકોને મનોરંજન પીરસવાનો આ અનોખો પ્રયાસ છે. ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની આ નવતર પહેલ છે. ગુજરાતી નાટકો હવે ગમે ત્યારે એક ક્લિક માત્રથી જોઈ શકાશે.
અમારો ધ્યેય ગુજરાતી દર્શકોને વૈવિધ્યસભર નાટકો સાથે લાગણી અને પ્રેમથી જોડવાનો છે. અમે વર્ષોથી થીયેટર આર્ટ ફોર્મને જાળવી રાખવામાં અને તેને પ્રચલિત કરવામાં અગ્રેસર રહ્યા છીએ. ૨૫૦થી વધુ નાટકોની અમારી વિશાળ લાઇબ્રેરી તેનો પુરાવો છે. નાટકોનું ડીજીટલ આર્ટ ફોર્મ આજે વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવ્યું છે. તાજેતરમાં જ અમારા પ્લેટફોર્મ પરથી ગુજરાતી મૂવીના વર્લ્ડ પ્રીમિયમ શો અને ફિલ્મો રીલિઝ થઈ છે જેમાં તાજેતરમાં જ “સ્વાગતમ્”, “શું થયું”, “ચાસણી” જેવી ફિલ્મો
વાતવાતમાં, અનનોન ટુ નોન, જેવી વેબ સીરીઝ રીલીજ થઈ છે.

ગુજરાતી ફિલ્મ જગત અને નાટક ક્ષેત્રે જાણીતા અદાકાર સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે,” મને એ વાતની ખુશી છે કે, ભારતના સૌથી લોકપ્રિય ઓટિટી પ્લેટફોર્મ એવું “શેમારૂમી” નાટકાના પ્રભુત્વને જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે નાટકની વિશાળ શ્રેણી રજૂ કરીને પ્રેક્ષકો માટે શ્રેષ્ઠ મનોરંજન લાવવામાં કોઈ કસર છોડી નથી.

સંજય ગોરાડિયાએ કહ્યું કે, હું “શેમારૂમી” પરિવારનો ભાગ બની આનંદ અનુભવી રહ્યો છું. મને ખાતરી છે કે આ પ્લેટફોર્મ થકી પ્રેક્ષકોનો વિશાળ સમૂહ થીયેટરનો આનંદ ઘરે બેઠા જ માણી શકશે અને આ ડીજીટલ મેજિકના સાક્ષી બનશે.”

TejGujarati