રક્ષા બંધનમાં બહેનને ગિફ્ટ કરવા માટેની ઉત્તમ તક લઈને આવ્યુ છે “રાખી એડિટ” એક્ઝિબિશન

સમાચાર

 

 

 

આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે અને તેમાં પણ ખાસ કરીને ભાઈ કે જેઓ પોતાની બહેનને યુનિક ગિફ્ટ આપવા માંગે છે તેમના માટે “રાખી એડિટ” એક્ઝિબિશનનું સુંદર આયોજન પપિલોન એમ.કે. અને તેની સાથે જોડાયેલા માનસી કંસારા અને ક્રિષ્ના પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યાં તમને એક જ જગ્યાએથી અનેક ચીજ વસ્તુઓ મળી રહેશે. જેમાં જુદા જુદા 10 સ્ટોલ રાખવામાં આવશે. સ્ટોલ પર ઓર્ગનિક પ્રોડક્ટ, ડ્રેશ મટીરીયલ, કુર્તા , પેઇન્ટિંગ, હેર એન્ડ સ્કિન કેર પ્રોડક્ટ, સારી, યુનિક પ્રકારની ગિફ્ટમાં ઉપયોગ આવે તે પ્રકારની તમામ વસ્તુઓ મળી રહેશે.

 

 

“રાખી એડિટ” એક્ઝિબિશન 13 અને 14 ઓગષ્ટ 2021ના રોજ એ -1 શિવાલિક બિઝનેસ સેન્ટર, કેન્સવિલે ગોલ્ફ એકેડમીની સામે, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાયો છે.

આ ઇવેન્ટને યોજવા માટેનો મુખ્ય એજન્ડા એ પણ છે કે, આ ક્ષેત્રે જોડાયેલા ઉદ્યોગસાહસિકોને કોરોનાની આ પ્રકારની પરિસ્થિતિમાં મદદ મળી રહે. આ પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલા આંત્રપ્રીન્યોર જેમની પાસે પ્રોડક્ટ છે પરંતુ એક પ્લેટફોર્મની પણ જરુર છે. સ્કીલ ધરાવતા આંત્રપ્રીન્યોરને એક પ્લેટફોર્મ પર લાવી રોજગારી આપવામાં આવી . કોરોનાને જોતા એક્ઝિબિશનમાં વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા છે. કોરોનાની દરેક પ્રકારની સરકારની ગાઇડલાઈનનું પાલન પણ કરવામાં આવેલુ છે. માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે બાબતો ધ્યાન રાખવામાં આવેલુ છે. અહીં આવેલા લોકોને પહેલી નજરમાં પસંદ આવે તે પ્રકારની ચીજ, વસ્તુઓ મળી રહે છે.. દરેક સ્ટોલની એક આગવી વિશેષતા જોવા મળી છે.

 

TejGujarati