2 વર્ષથી દુનિયા માસ્ક હેઠળ, કોસ્મેટિક ઉદ્યોગનો દેખાવ છીનવાયો

બિઝનેસ

 

તત્સા-આધુનિક મહિલા માટે આવનારા યુગના સૌંદર્ય પ્રસાધનોનું માધ્યમ

 

કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં અનેક આપત્તિઓનું સર્જન થયું છે. કોરોના એ તમામ સેક્ટરમાં મોટા પાયે અસર કરી છે પરંતુ સૌથી વ્યાપક અસર કોસ્મેટિક ઉદ્યોગ પર પડી છે. કોસ્મેટિક ઉદ્યોગનો આકર્ષક દેખાવ છેલ્લા બે વર્ષથી લગભગ છીનવાઇ ગયો છે. કોરોના એ આપણાં સેલિબ્રેશન્સ છીનવી લીધા છે, આપણા સારા પ્રસંગો અને અવનવી પ્રવૃતિઓના દૃશ્યને સંપૂર્ણપણે હચમચાવી નાખ્યું છે. આવા સમયમાં પણ ત્વચાની કાળજી રાખવાની જરૂરિયાત ઘણી વધારે છે અને જયારે વધુ પડતા મોબાઈલ ફોન, લેપટોપ અને સ્માર્ટ વોચ ના ઉપયોગ દ્વારા થતા રેડિયેશન થી આપણે અસુરક્ષિત છીએ ત્યારે તો ત્વચાની કાળજી અત્યંત આવશ્યક છે.

 

નમ્રતા બજાજ દ્વારા તત્સા કોસ્મેટિક અને સ્કિન કેર બ્રાન્ડ લોન્ચ કરવાંમાં આવી છે. નમ્રતા નવા જમાનાની યુવતી છે અને તે પોતાના સ્કિન કેર રૂટિન થી જાગ્રત હોવાથી તેને લાગ્યું કે એક અલગ જ પ્રકારના સ્કિન કેર પ્રોડક્ટ્સ ની જરૂર છે જે ત્વચાને રેડિયેશન જેવા અત્યંત હાનિકારક તત્વો થી બચાવી શકે છે. આ પ્રકારના ઉત્પાદનોની ખોજ તેમને એક કુદરતી અભિગમ તરફ દોરી ગઈ. સૌથી પહેલા નમ્રતા બજાજ દ્વારા હેન્ડ મોશ્ચરાઈઝિંગ એન્ડ સૅનેટાઇઝિંગ હેન્ડ ક્રીમ ની રજૂઆત કરવામાં આવી, આ ક્રીમ મોશ્ચરાઈઝિંગ ની સાથોસાથ સૅનેટાઇઝિંગ કરી હાનિકારક સૂક્ષ્મ જંતુઓ અને વાયરસથી છુટકારો આપે છે અને ઉપરાંત હાથની ત્વચાને બરછટ થવાથી બચાવે છે.

 

તત્સા દ્વારા આજે રેડિયેશન પ્રોટેક્શન ફેસ મોશ્ચરાઈઝરની રજૂઆત કરવામાં આવી છે જે ત્વચાના માળખાને નુકસાન કરતા રેડિયેશન સામે રક્ષણ આપે છે અને ત્વચાને સતત મોશ્ચરાઈઝ કરી રાખે છે જેથી હાનીકરણ કિરણો થી બચી શકાય છે. આ પ્રસંગે નમ્રતા બજાજે જણાવ્યું કે તે આ જ વિચાર અંતર્ગત અન્ય ઘણા ઉત્પાદનો રજુ કરવાની યોજના ધરાવે છે.

 

TejGujarati