કુમકુમ મંદિર ખાતે ભારતના ૭૫ માં સ્વાતંત્ર દિન પ્રસંગે ભગવાનને તિરંગા શણગાર સજવામાં આવ્યા.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

તારીખ 15 ઓગસ્ટ ૨૦૨૧ ને રવિવારના રોજ ભારત નો સ્વતંત્ર દિન હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ- મણિનગર – અમદાવાદ ખાતે સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને તિરંગાના ભવ્ય શણગાર સજવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરતી ઉતારવામાં આવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિર ના સાધુ પ્રેમવત્સલ દાસજી એ જણાવ્યું હતું કે, આજે આપણે સૌ કોઈએ દેશને આઝાદી અપાવનાર ગાંધીજી , સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ ,વીર ભગતસિંહ એ સૌ કોઈને યાદ કરવા જોઈએ અને તેમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશની સેવા કરવા માટે આગળ આવવું જોઈએ.

આપણા દેશમાંથી આંતકવાદ નાશ પામે અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે આપણે સૌ કોઈએ આપણું તન, મન અને ધન દેશને સમર્પિત કરવું જોઈએ.
આપણા દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર ,બળાત્કાર આદિ એ એ બધીઓને દૂર કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.

આપણે વ્યસનોથી મુક્ત બનવું જોઈએ અને બીજાને વ્યસનથી મુક્ત બનાવવા જોઈએ.

આપણામાં રહેલા કામ, ક્રોધાદિ દોષોથી આપણે સ્વતંત્ર થવું જોઈએ તો જ ખરા અર્થમાં આપણે 75માં સ્વતંત્ર દિન ઉજવાયો કહેવાશે.
આપણે સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે, કોરોનાવાયરસ ની ત્રીજી લહેર થી દરેક ભારતીય નાગરિકોની રક્ષા કરે.

  • સાધુ પ્રેમ વત્સલ દાસજી
  • મો. ૯૮૯૮૭૬૫૬૪૮.
TejGujarati