ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સાંસ્કૃતિક વિભાગ ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા દેશપ્રેમને લગતા ગીતસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશની આઝાદીમાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ તન, મન તથા ધનથી ચળવળમાં જોડાયા હતા તેવો જુસ્સો દર્શાવતા ગીતો રજૂ થયા હતા. હિન્દી ફીલ્મોમાં દેશની આઝાદી પહેલાના દર્શાવાયેલ ગીતો તથા આઝાદી પછીના ફીલ્મોમાં રજૂ થયેલા ગીતો વિદ્યાર્થીઓએ અદ્દભુત રીતે રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ મેયર ગૌતમ શાહ ઉપસ્થિત રહી પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યુ હતુ. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ કે જે ૧૯૭૨ થી ૧૯૭૬ દરમ્યાન ભણતા હતા તેવા વિદ્યાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે યુવાનોમાં પડેલી સ્કીલને બહાર લાવવાનું પ્લેટફોર્મ કોલેજ ધ્વારા પૂરૂ પાડવામાં આવે છે. કોલેજના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતી તથા પરંપરા મુજબ ટ્રેડીશનલ ડ્રેસમાં હાજર રહીને સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમને રંગીન બનાવી દીધો હતો. આ કાર્યક્રમને તૈયાર કરવામાં પ્રા.ઉર્મીલા પટેલે ભારે જહેમત લીધી હતી.
