*તા. ૧૨/૦૮/૨૦૨૧ ગુરુવાર સાંજે ૬.૩૦ વાગ્યે અમદાવાદ માં વસ્ત્રાપુર લેક પાસે પેટ્રોલ પંપ પર અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા પેટ્રોલ ડીઝલ ને જી.એસ. ટી. ના દાયરા માં લાવવા ની માંગ સાથે જાહેર દેખાવ:*
સળગતા અને સામાન્ય લોકો ને દઝાડતા પેટ્રોલ ડીઝલ ના ભાવ અંકુશમાં લેવા માટે અને તેને જી.એસ. ટી. ના દાયરા માં લાવવા માટે ની માંગ – કેન્દ્રીય નાણાં પ્રધાન સુ શ્રી નિર્મલા સીતારામન ને ગ્રાહક પંચાયત દ્વારા આવેદન પણ અપાયું…….. અત્યાર સુધીમાં અમદાવાદ, ધંધુકા અને રાજકોટ ખાતે જાહેર દેખાવ ની કાર્યક્રમ રહ્યો…. આજે અમદાવાદ માં બીજી વાર અને આગામી સમયમાં ગુજરાત રાજ્ય ના અન્ય જિલ્લા કેન્દ્ર પર ઓન દેખાવો યોજાશે….. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત અમદાવાદ મહાનગર ટીમ
