ખજૂરાહોનુ અપ્રિતમ સૌંદર્ય…. દેવલ શાસ્ત્રી

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ખજૂરાહોનુ અપ્રિતમ સૌંદર્ય….ખજૂરાહો મંદિરો જોતાં સમજાય કે ભારતીય સાંસ્કૃતિક વારસો અને સનાતની ધર્મ કેટલો અદ્ભુત છે. અનેક દેવદેવીઓ, દરેકના વાહનો, શસ્ત્રો હોય કે સંગીતના સાધનો…દરેક શિલ્પ અશબ્દ છે. જાણે કાલીદાસના શબ્દો શિલ્પોમાં કંડારાઇ ગયાં છે. અહીંની કિવંદીતી મુજબ, હેમાવતી નામની મહીલા રાત્રીના સમયે તળાવમાં સ્નાન કરવા જાય છે, આકાશમાં રહેલો ચંદ્ર તેના પ્રત્યે આકર્ષાય છે અને બંનેના મિલનથી એક પુત્ર જન્મ્યો, જેનું નામ ચંદ્રબર્મન. આ રાજાએ શક્તિશાળી ચંદેલા વંશની સ્થાપના કરી. તેની માતાએ આજ્ઞા કરી કે મનના ભાવોને પથ્થર પર અંકિત કરવા. દશમી અને અગિયારમી સદીના સો વર્ષમાં 85 મંદિર બન્યા, અંદાજે હજાર વર્ષના ગાળામાં આક્રમણો અને કુદરતી આફતો સામે હાલમાં માંડ વીસ પચ્ચીસ બચ્ચાં છે. જે છે તે અદ્ભુત છે. દરેક શિલ્પ વૈવિધ્ય સભર લાગણીઓ વ્યક્ત કરે છે, ઘરેણાં, આંખોના ભાવ, શરીરના ભંગિકાઓ, વેદકાલિન વાર્તાઓ…. શું નથી ખજૂરાહોમાં…. ખાલી નથી તો પ્રવાસીઓ….. હા, ખજૂરાહોનો વર્લ્ડ હેરિટેજમા સમાવેશ થયો છે અને પૂરતો વિકાસ કર્યો છે. આ જ હેરિટેજમાં આપણું ચાંપાનેર છે…દયાજનક છે. કાકાસાહેબ કાલેલકર બહુ મજાની વાત કહી હતી કે મુસાફરી એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ….જિંદગી માત્ર પ્રવાસનો પ્રયાસ છે. મૈથુન શિલ્પો પણ આ જ કહે છે કે જે દિવસે જીવનમાં પ્રેમ, રોમાન્સ કે સેક્સ ખતમ તો તમે પણ ખતમ….જિંદગી ફરી ફરી જીવવા ખજૂરાહો બોલાવે છે, શિલ્પો ચિત્કાર કરે છે કે જીવી લે, માણી લે….ક્યોં કી યે જિંદગી ના ભી મિલે દુબારા….વિદેશીઓને નાના બજેટમાં સ્થાપત્યો માણતાં જોયા, વ્હીલચેરમાં ફરતાં જોયાં તો લાગ્યું કે દૂરદૂરથી લોકો આવે છે આપણી વિરાસતને જાણવા….. ખજૂરાહોની બીજી પણ વિશેષતા છે, શિલ્પોમાં સ્ત્રી કરતાં પુરુષ સુંદર દર્શાવવામાં આવ્યા છે. આમ તો માણસજાત છોડતાં બાકી બધી જીવસૃષ્ટિમાં પુરુષ જ સુંદર હોય છે, એ પછી મોર હોય કે સિંહ…કદાચ સૃષ્ટિના આ નિયમને જાળવવા પ્રયાસ કરવામાં આવ્યો હશે. ખજૂરાહોમાં અનેક શિલ્પો વચ્ચે વિચિત્ર પ્રાણીઓના શિલ્પ હોય છે, સ્થાનિક ગાઇડ ખાસ માહિતી આપતા નથી પણ કેટલાક અભ્યાસુ લોકો મળી જતાં હોય છે. તેમના મતે આ ડ્રેગન ટાઇપના વિચિત્ર પ્રાણીઓના શિલ્પ મનના ભાવ વ્યક્ત કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વચ્ચે માણસને થોડો સમય તો મળતો હોય છે. અતિ ધાર્મિક, અત્યંત ધનિક, અત્યંત કામી કે મોક્ષની અદમ્ય ઇચ્છા સાથે જીવનમાં મળતા આ વિરામમાં માણસને થોડા સા રુમાની બનવાનો અભરખો થતો હોય છે. સીધી ચાલતી જિંદગીમાં સળી કરવાની આદત એ પેલું ડ્રેગન… મન કદી શાંત રહેતું નથી, હતપત થયા કરતું હોય છે…એ પેલું ડ્રેગન… ખજૂરાહો એ કામ નથી….ખજૂરાહો એ ભારત છે…ભારતની મૂળભૂત સંસ્કૃતિ છે… જિંદગી શું છે ? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાથે વિચિત્ર કામનાઓ…. Deval Shastri?

TejGujarati