માણસની સાચી લાગણી પારખવી હોય તો તેના ચહેરા સામે જોવું …..
માણસ જેટલી સરળતાથી શબ્દો પર પ્રભુત્વ મેળવી લે છે , એટલી સરળતાથી ક્યારેય મુખના ભાવ પર નથી મેળવી શકતો .
સાચી લાગણી એટલે છાયાની અપેક્ષા વગર કરાયેલી વૃક્ષની રોપણી ….
ચહેરા પર પથરાયેલી અકળ ઉદાસી વાંચી લે …એજ સાચો મિત્ર
ચહેરો વાંચતા આવડે એ વ્યક્તિ તમને જેટલું સમજે છે ,કદાચ એટલું તમારા નજીકના પણ તમને નહીં સમજી શકે .
તમારા સાથીઓ …તમારા જીવનના પ્રમુખ હિસ્સા …!
કોઈના ચહેરાના ભાવ સમજવા પહેલા પોતે પારદર્શક બનવું અત્યંત જરૂરી છે .
ઉત્તમ મિત્ર નહીં ,
સરળ અને સમજુ મિત્ર એનું સ્થાન જાતેજ આપણા જીવનમાં કાયમ કરી લે છે …. - બીના પટેલ
