દસ મહિનાના “કર્તવ્ય” ને મળી માતા-પિતાની છત્રછાયા. મહારાષ્ટ્રના દંપતિ ભાતુભાઈ અને ઉષાબહેને દત્તક લીધો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

દસ મહિનાના “કર્તવ્ય” ને મળી માતા-પિતાની છત્રછાયા. મહારાષ્ટ્રના દંપતિ ભાતુભાઈ અને ઉષાબહેને દત્તક લીધો. અમદાવાદ કલેક્ટરશ્રી સાંગલેએ પરિવારને પાઠવી શુભેચ્છાઓ.


અમદાવાદ: અમદાવાદ જિલ્લા બાળક સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત પ્રયાસો અને દેખરેખ હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેના માર્ગદર્શનથી શિશુગૃહમાં રહેતા દસ મહિનાના “કર્તવ્ય” ને માતા-પિતાની છત્રછાયા મળી છે.
આજે એક ખાસ કાર્યક્રમમાં મહારાષ્ટ્રથી આવેલા પ્રેમાળ દંપત્તિને સંતાનના રૂપમાં આ કર્તવ્યને જિલ્લા કલેક્ટર શ્રીએ કાયદેસરના વાલીપણા હેઠળ સુપ્રત કર્યા હતા.ભારત સરકારની કારા સંસ્થા દ્વારા કાયદામાં ઠરાવેલી દત્તક પ્રક્રિયા પૂર્ણ કરીને કૃપાલીને માતાપિતા અને કુટુંબના છત્ર હેઠળ મુકવાની વિધિસર મંજૂરીના પગલે આ શક્ય બન્યું હતું.

કલેક્ટરશ્રી સંદિપ સાગલે આ હ્રદયસ્પર્શી ઘટનાને સર્વાધિક સુખદ ઘટના તરીકે મુલવી હતી. માતા-પિતાની છત્રછાયાની ઝંખના સેવનારા બાળકને હોંશભેર અને દિલની લાગણી થી સંતાન તરીકે અપનાવી લેવા માટે મહારાષ્ટ્રના યુગલને હાર્દિક ધન્યવાદ આપ્યા હતા. આ બાળકને વ્હાલા સંતાન તરીકે ગળે લગાડનાર શ્રીમાન ભાથુભાઇ અને શ્રીમતી ઉષાબાઇનો આ નિર્ણય સહુના હૃદયને સ્પર્શી ગયો હતો.કલેકટરશ્રી એ સમગ્ર પ્રક્રિયાના ઝડપી અને સમયબદ્ધ સંકલન માટે જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન આપવાની સાથે ભવિષ્યમાં આવી યશસ્વી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
દેશ-વિદેશના દંપતીઓ બાળક દત્તક મેળવવા માટેની તેમની અરજીઓ “કારા” (Central Adoption Resource Authority) ને મોકલે છે. દેશની વિવિધ સરકારી આશ્રય સંસ્થાઓ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પુરી કરી દત્તક માટે ઉપલબ્ધ બાળકોની વિગતો કારાને ઉપલબ્ધ કરાવે છે.કારા દ્વારા સઘન મેચિંગ પ્રક્રિયાના અંતે જિલ્લા સ્તરની સમિતિની મંજૂરી થી દત્તક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે છે.

TejGujarati