અમદાવાદના જે બી ઓડિટોરિયમ ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનોનું કરાયું સન્માન

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ


અમદાવાદ: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી) અને પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ધર્મગુરૂ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ, શ્રી જે. કે. ભટ્ટ (નિવૃત આઇપીએસ, સભ્ય માનવ અધિકાર આયોગ, ગુજરાત)* ની વિશેષ ઉપસ્થિતિમાં એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એન્ડ નોલેજ પ્લસ ફાઉન્ડેશન ના ઉપક્રમે શનિવાર ના રોજ જે. બી. ઓડિટોરિયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કલાકારો, પત્રકારો, રમતવીરો, અધિકારીઓ, ધાર્મિક આગેવાનો સહિતના ગુજરાતી શ્રેષ્ઠીઓને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” થી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર શ્રી આસિત મોદી, ફિલ્મ અને ટીવી કલાકાર શ્રી મનોજ જોષી, ટીવી કલાકાર શ્રી દિલિપ જોષી, રૂઝાન ખંભાતા, સૌમ્ય જોષી, અશોક જૈન, કેતન રાવલ, લજ્જા ગોસ્વામી, ડૉ. પંકજ શાહ (પદ્મશ્રી), તુષાર ત્રિવેદી, મનિષ મહેતા, માના પટેલ, રોબિન ગોએન્કા, સંજય જૈન, મનુભાઈ પ્રજાપતિ, યઝદી કંજરીયા, મિત્તલ પતેલ, વિભૂતિ ભટ્ટ, નિવૃત DYSP શ્રી તરૂણ બારોટ જેવી જુદા-જુદા ક્ષેત્રની 28 નામાંકિત પ્રતિભાઓની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી દ્વારકેશ લાલજી મહારાજને નોર્થ અમેરિકન યુનિવર્સીટી દ્વારા પી.એચડી ની ડિગ્રી એનાયત કરવામાં આવી. ઉપરાંત ખ્યાતનામ મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકર દ્વારા લખાયેલી પુસ્તક “કોરોના વર્સિસ મેનકાઇન્ડ” નું વિમોચન પણ કરવામાં આવ્યું.

TejGujarati