દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી, મિસિસ યુનાઇટે નેશન વિનર નીપા સિંહે તેમના પ્રોડક્શન હાઉસ “નીપા સિંહ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ” દ્વારા શ્રાવણ માસ સ્પેશિયલ
“મહાદેવ આરતી” અને “શિવ તાંડવ સ્ત્રોત્રમ” મ્યુઝિક વીડિયો અને ઓડિયો, રિલીઝ કર્યો છે.
સુપ્રસિદ્ધ ગાયક પાર્થ ઓઝા દ્વારા “મહાદેવ આરતી” અને દક્ષ સિંહે “શિવ તાંડવ સ્ત્રોતમ” ને સુંદર કંઠ આપ્યો છે. અને જાણીતા સંગીતકાર સમીર અને માના દ્વારા સંગીત આપવામાં આવ્યું છે! સિનેમેટોગ્રાફી, જયદીપ ભટ્ટ ( ડ્રીમસ્નેપ્સ ઇન્ડિયા) દ્વારા કરવામાં આવી છે.
મહાદેવજીની આરતી અને શિવ તાંડવ સ્ત્રોત ભોલેનાથના ભક્તોને ભક્તિરસથી તરબોળ કરે એવા અલગ અંદાઝથી તૈયાર કરવામાં આવ્યા છે.
યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના વ્યાપક પલેટફોર્મ પર “નીપા સિંહ પ્રોડક્શન્સ” ચેનલ પર મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યા છે. અને બંનેનો ઓડિયો તમામ મુખ્ય ઓડિયો પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ફેસબુક રીલ્સ અને કોલર ટ્યુન્સ માટે પણ ઉપલબ્ધ છે.
નીપા સિંઘ કહે છે કે, “અમે પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા સાથે વધુને વધુ લોકોને જોડાવા અને પ્રેરિત કરવા, મહાદેવજીની આરાધના રૂપે આરતી અને શિવતાંડવ સ્ત્રોત કર્ણપ્રિય સંગીતમય અલગ અંદાઝમાં પ્રકાશિત કર્યા છે”
બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં આ બંને વીડિયો શૂટ કરવામાં આવ્યા છે.
નીપા સિંહે શ્રી સોમનાથ ટ્રસ્ટનો હૃદય પૂર્વક આભાર પ્રગટ કર્યો છે.
Mahadev Aarti https://youtu.be/nCNZ6me0z6s
Shiv Tandav Stotram
https://youtu.be/EWizzIfK_EE