એચ. એ. કોલેજ ધ્વારા આઝાદીના
અમૃત મહોત્સવ શ્રેણીનું આયોજન.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા ભારત દેશના ૭૫ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. યોજાયેલ શ્રેણીના ત્રીજા દિવસે જીએલએસ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.ભાલચંદ્ર જોષીએ “આઝાદીની લડતમાં ગુજરાતનો ફાળો” વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધી તથા સરદાર પટેલે ભારતની આઝાદીની ચળવળમાં જે સિંહફાળો આપ્યો છે તે જગજાહેર છે. પરંતુ ગુજરાતના એવા ઘણા ઘરદિવડા હતા જેને પોતાની જાન આપીને આઝાદીની લડતમાં યોગદાન આપ્યુ હતુ. ડૉ.જોષીએ કહ્યું હતુ કે દેશની કમનસીબી છે કે આઝાદ થયે આપણને ૭૫ વર્ષ થઇ રહ્યા છે પરંતુ દેશના દરેક નાગરીકને આપણે રોજગારી આપી શક્યા નથી અને તેમના ધ્વારા કરેલ કામનું પુરૂ વળતર પણ આપી શક્યા નથી. આ દેશને બચાવવો હશે તો એક માત્ર ગાંધીજીના વિચારોને દરેક પોલીસીમાં મૂકવો પડશે જેથી સાચા સમાજવાદની સ્થાપના થઇ શકે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે દેશની એકતા તથા અખંડતાની સાથે પારદર્શક વહિવટ, લોકશાહી મૂલ્યોનું જતન તથા બિનસાંપ્રદાયિકતા આપણા વહેવારમાં લાવવી પડશે. ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવ શ્રેણીમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉમળકાભેર જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

TejGujarati