અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચારઅમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.


અમદાવાદ શહેર જાણે હવે અસુરક્ષિત બનતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે. ધોળા દિવસે લૂંટ હત્યા અને અસામાજિક તત્વોનો આતંક જેવી ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પૂર્વમા અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. પોલિસ સ્ટેશન થી માત્ર ૫૦ ફુટ ના અંતરે જ બાઈક પર ખુલ્લો છરો લઈને આવી આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. ઠાકોર સમાજ ના પદેશ મંત્રી ૫૪ વર્ષ ના પ્રકાશ ઠાકોર પર જોગણી માતાના મંદિર પાસે જ કરાયો હુમલો. લોકોની ભીડ આ હુમલાખોરઓ સામે આવી ને પ્રતિકાર કરતા તેઓ બાઈક પર મેટ્રો રેલ, ન્યુ કોટન તરફ ફરાર થઈ ગયા હતા. હાથમા ખુલ્લા છરા સાથે આવેલ બાઈક ચાલક આરોપીઓની આ કરતુત CCTV મા કેદ થઈ હતી. અમરાઈવાડી પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે હવે જોવાનું એ રહ્યું કે આ લોકો સામે કડક કાર્યવાહી થશે કે આવા બનાવોને છૂટો દોર મળશે.

TejGujarati