દસ હજાર જરૂરીયાતમંદ કુટુંબોને અનાજની કીટનું વિતરણ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ


ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જગદીશચંદ્ર અગ્રવાલના નેતૃત્વ હેઠળ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 – B1 ની અમદાવાદ શહેર – જિલ્લો અને ઉત્તર ગુજરાતની બધી લાયન્સ ક્લબોના સહિયારા પ્રયાસથી, પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દસ હજાર જરૂરીયાતમંદ કુટુંબોને અનાજની કીટ વિતરણ કરવાનું નક્કી કરેલ છે, અને આ સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો છે. બધી જ ક્લબો પોતપોતાના ક્ષેત્રો તેમજ ગામ યા શહે૨ માં શ્રાવણ માસ દરમ્યાન દસ હજાર કીટો નિઃશુલ્ક વહેંચશે. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જગદીશચંદ્ર અગ્રવાલ ઉપરાંત સાબરમતિ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી અરવિંદભાઈએ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

TejGujarati