રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા”ની ઇન્સ્ટોલેશન સેરેમનીનું ઉત્સાહભેર આયોજન કરાયું

સમાચાર

રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા” હંમેશા તેના સોશિયલ એક્ટિવિટીના કામથી જાણીતી બની છે. સમાજમાં ઉદાહરણરૂપ કામો કરી દરેકને પ્રેરણા આપી છે. રોટરી ક્લબ અસ્મિતાની ઇન્સ્ટોલેશન સેરેમની ઉત્સાહ પૂર્વક અને અનેક સંકલ્પોને સાકાર કરવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી ઉજવવામાં આવી હતી. 2019-20 રોટરી કલબ ઓફ અમદાવાદ અસ્મિતાના સેક્રેટરી હતા તેવા રાખી ખંડેલવાલને પ્રેસિડેન્ટ બન્યા છે જયારે દિવ્યા ગુપ્તા સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળશે. આ પ્રસંગે ચીફ ગેસ્ટ અશોક મંગલ રોટરીના ડિસ્ટ્રીક્ટ ગવર્નર તથા ગેસ્ટ ઑફ ઓનર તરીકે ખૂશ્બુ કાપડીયા એસીપી અમદાવાદ સિટી તથા ઇન્ડકશન ઓફિસર તરીકે અમિષા ઝવેરી આસિસ્ટન્ટ ગવર્નર તથા રોટરી ક્લબના સભ્યો અને આ ક્લબ સાથે જોડાઈને સેવાકીય કાર્ય સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા. રોટરી ક્લબ અસ્મિતા તમામ રોટરી ક્લબમાં એક જ છે કે જેમાં મહિલાઓ જ જોડાયેલી છે જેઓ સમાજ સેવાનો કાર્યો કરી ઉદાહરણ પૂરું પાડે છે.

 

 

આ અંગે વધુમાં જણાવતા રોટરી કલબ ઓફ અમદાવાદ અસ્મિતાના પ્રેસિડેન્ટ રાખી ખંડેલવાલે કહ્યું કે, આ વર્ષે અમારું 1 કરોડ રૂપિયાના સર્વિસ પ્રોજેક્ટનું વિઝન છે. જેના માટેના કેટલાક ખાસ એરીયામાં રોટરી અસ્મિતા કામ કરશે. ચાઇલ્ડ એન્ડ વુમન હેલ્થ, પર્યાવરણનું જતન, ગર્ભવતી મહિલાઓ અને બાળકોની સેફ્ટી, કમ્યુનિટી ઇકોનોમિક ડેવલપમેન્ટ, વોટર સેનિટેઝન એન્ડ હાથજીન, ડીઝીઝ પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ, બેઝિક એજ્યુકેશન એન્ડ લિટ્રીસી તથા પીસ બિલ્ડીંગ એન્ડ કોન્ફિલક્ટ પ્રિવેન્શન. જે મુખ્ય બાબતો પર કામ થશે.

 

 

“રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા”ના આ વર્ષના મેજર પ્રોજેક્ટમાં 1 કરોડ રૂપિયાના સર્વિસ પ્રોજેક્ટનું વિઝન છે જેમાં 150 પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જેની શરૂઆત અત્યારથી જ શરૂ કરાઈ છે. ટ્રી એડોબ્ટેશન, કિડની ડાયાલિસીસ માટે લોકોને આર્થિક મદદ કરવી, આર્થિક ઉપાજન માટે શીલાઈ મશીન આપવું, વોટર હાઇજન માટે સ્કૂલમાં કામ કરવું વગેરે જેવી 7 પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. આગામી સમયમાં આ વર્ષે શિયાળામાં રેન બસેરા કે જેમાં લોકલ ઓથોરિટી સાથે મળી ટેમ્પરરી હાઉસ બનાવવા સહીતના લોક ઉપયોગી કામો પણ કરવામાં આવશે.

 

 

રોટરી ડીસ્ટ્રીક્ટ તરફથી રોટરી અસ્મિતાને અત્યાર સુધી 34 એવોર્ડ મળ્યા છે. જે ખરેખર સરાહનીય કામ છે. રોટરી અસ્મિતાએ જેઓ ગરીબ છે કેન્સર પ્રિવેન્શન વેક્સિન લેવા સક્ષમ નથી તેમના માટે રૂ. 5 લાખ ખર્ચી વેક્સિન પૂરી પાડવી, ઘરમાં કોઈનો બર્થ ડે કે સેરેમનીના બદલે આ ખર્ચનો ઉપયોગ મોતિયાના ઓપરેશન અને ડાયાલિસીસ માટે ગરીબોને આર્થિક મદદ કરવી જેવા કાર્યો કરી ખરા અર્થમાં સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અન્ય લોકો પણ સમાજ ઉત્થાન માટે આર્થિક રીતે સેવાકિય કાર્યમાં સહયોગ આપી શકે છે.

 

 

 

TejGujarati