તું મને ચાહે છે …….???
……………………
તરંગ મનના ક્ષણિક આવીને થીજી ગયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

તું મને ચાહે છે …….???
……………………
તરંગ મનના ક્ષણિક આવીને થીજી ગયા …..
તારી યાદોની વેલ મને વીંટળાય બસ એમજ …!
પીશું તારી નોખી નજરના જામ આજ તીખા …
તારી વ્હાલની વ્યાખ્યા લખ્યા કરું બસ એમજ ….!
કદમ બે-ચાર મન ભરીને માપ જે તારા …
લખીને વારંવાર ભુંસવાનું ચાલે બસ એમજ ….!
ચમકીને પૂછું ?કઈ દિશા અવાજની તારા ….
તું મને ચાહે છે ? દિલથી પૂછું બસ એમજ …!!

-બીના પટેલ ?

TejGujarati