“વર્લ્ડ સિનિયર સિટીઝન ડે” નિમિત્તે શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ નું “સ્મોલ વંડર” ચેરીટી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ લાઇફ સ્ટાઇલ સમાચાર

“વર્લ્ડ સિનિયર સિટીઝન ડે” નિમિત્તે આજે તા. 9/8/2018 ના રોજ શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સના “સ્મોલ વંડર” ચેરીટી ક્લબના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને પ્રિંસીપાલે અવ્વલ ફાઉંડેશન સંચાલિત ઘાટલોડિયા સ્થિત સેકંડ ઇનિંગ્સ હાઉસમાં જઈને ત્યાંના વડીલો સાથે વાતચીત કરી, તેઓની સાથે વિવિધ રમતો રમી આનંદનું વાતાવરણ સર્જ્યું.

ત્યાં વિદ્યાર્થીઓએ વડીલો ને નવા કપડાં અને ટુવાલ જેવી વસ્તુઓ આપી. તેમને એક ટંકનું ભોજન પણ પ્રેમથી પીરસ્યું. કોલેજ ના પ્રિંસીપાલ ડૉ. જીગ્નેશ કાઉંગલે વિદ્યાર્થીઓને સંયુક્ત કુટુંબના લાભ કહ્યા અને વડીલોથી ઘરમાં રહેતી હુંફ અને આશીર્વાદ વિશે સમજાવ્યું.

સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply