જામનગરના અરુણકુમાર ચૌહાણ અને સંગીતાબેન મકવાણાએ માન્યો સરકારનો આભાર. કહ્યું કપરા સમયમાં સરકારનો સાથ મળ્યો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થસરકાર અમારી સાથે હતી કોરોનાના કપરા સમયમાં પણ અમને સરકારે બધો લાભ આપ્યો છે કહી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થી અરુણકુમાર ચૌહાણ ઉમેરે છે કે, યોજનાના લાભથી દર મહિને અને પૂરતું રાશન મળ્યું છે અને કોરોનાના કપરા સમયમાં પણ અમે ટકી શક્યા છીએ તો એ માત્ર પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના યોજનાના લાભથી જે માટે હું તેમનો ખૂબ આભારી છું.

તો જામનગરના રામેશ્વર વિસ્તારમાં વસતા સંગીતાબેન મકવાણા કહે છે કે, અમને ભૂખ્યા સુવાનો ક્યારેય સમય આવ્યો નથી. ખરાબ સમયમાં સરકારે અમારી ચિંતા કરી છે. સમયસર દર મહિને પૂરતું અનાજ મળ્યું છે. દરેક લાભ સરકારે અમને આપ્યો છે ત્યારે અમારી ચિંતા કરવા માટે અમને આ ખરાબ સમયમાં સાથ દેવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હું ખૂબ આભારી છું.

TejGujarati