ICT લેબ લોકાર્પણ કાર્યક્રમ    

સમાચાર

 

જ્ઞાન શક્તિ દિવસ ની ઉજવણી અંતર્ગત તા ૧/૮/૨૦૨૧ના રોજ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સંચાલિત મોડલ સ્કૂલ સાંતલપુર માં ICT લેબ ની સુવિધા ઊભી કરાઇ છે. જેનો લોકાર્પણ કાર્યક્રમ ગાંધીનગર થી ઓનલાઇન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે યોજાયો જેમાં રાજ્યની અનેક શાળાઓમાં ICT લેબ, નવીન બાંધકામ કરાયેલ ઓરડા, કેજીબીવી બાંધકામ વગેરે નું ઓનલાઇન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

 

જ્ઞાન શક્તિ દિવસ ની ઉજવણી અંતર્ગત મોડલ સ્કૂલ સાંતલપુર ખાતે આધુનિક સુવિધા સભર ICT લેબ ની સુવિધા નું ઓનલાઇન લોકાર્પણ બાદ શાળા કક્ષાએ વાલીગણ, SMDC,સ્ટાફ તમામ ની હાજરીમાં સરકારી શાળા માં અપાવેલ લેબ ની લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં જાડેજા રતનસિંહ, SMDC સભ્યશ્રી ઘનશ્યામભાઈ જાડેજા, આચાર્ય શ્રી અરવિંદભાઈ ઓઝા, વિદ્યાર્થીઓના ૪૦ જેટલા વાલી અને સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.

 

મોડેલ શાળા ને ICT લેબ ની સુવિધા આપવા બદલ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની કામગીરી અને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ની કામગીરી અને ગુજરાતની સરકારી શાળાઓના શિક્ષણ ને ઊંચાઈ પર લઈ જવાના અસરકારક પગલાંઓમાં ની સરાહના કરવામાં આવી તમામ વાલીગણ એ શાળા ને મળેલ સુવિધા માટે સરકારશ્રી ની આભાર પ્રગટ કર્યો હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •