ગંગાના સ્નાનનો,યમુના પાનનો,સરસ્વતી ગાનનો,સરયૂ પર ધ્યાનનો,મેકલસૂતાનાં દર્શનનો મહિમા છે.

ધાર્મિક

 

મૌનનું સાંભળી લ્યે એને મોનસૂન કહે છે!

(મારા દાદાજીની)પાઘડીએ સત્ય,પોથીએ પ્રેમ અને પાદૂકાએ કરુણા પ્રદાન કરી છે:મોરારિબાપુ

શરણાગતિ કુંવારી-અનટચ જ હોવી જોઇએ.

મા નર્મદાનાં ઉદગમસ્થાન અમરકંટકથી પ્રવાહિત રામકથાના બીજા દિવસે બાપુએ જણાવ્યું કે ગંગાસ્નાનનું,યમુનાપાન,નું સરસ્વતી આમ તો ગુપ્ત-લુપ્ત છે છતાં પણ પવિત્ર પ્રવાહ છે-ત્યાં ગાનનો મહિમા છે,એ જ રીતે સુંદર શ્યામ શરીરનું ધ્યાન સરયુનાં તટ પર અને જે અમરકંટકની મેકલસુતા છે તેના દર્શનનો મહિમા છે.લોક અને વેદમાં આ વાતની પુષ્ટી થયેલી છે.આપણા દેશમાં સુહાગણ નારીના દર્શનનો મહિમા છે,પતિના મૃત્યુ પછી ઉદાસીન મનોવૃત્તિ લઇને લઇ માત્ર વૈધવ્યની સાધનામાં ડૂબેલી માતાના દર્શનનો મહિમા છે,પોતાના બાળકને સ્તનપાન કરાવતી માતૃશરીરનાં દર્શનનો મહિમા છે. આપણી સભ્યતામાં કુમારી-કુંવારી કન્યાના દર્શનનો ખૂબ મોટો મહિમા છે.આપણા ગ્રામ્ય પ્રદેશોમાં રાંદલ સૂર્ય પત્ની રન્નાદેના લોટા તેડવાનો મહિમા છે.ગંગા વચ્ચે ક્યાંક ને ક્યાંક કોઈક ને મળે છે,સરસ્વતી અને સરયૂ પણ કોઈક પ્રવાહોમાં મળતી-આવતી છે.11 સપ્ટેમ્બરે સરસ્વતીનું જ્યાંથી પ્રાગટ્ય થયું એ વ્યાસ ગુફાથી રામકથા કરવા જઈ રહ્યા છીએ.અષ્ટાવક્રએ કહ્યું છે કે:પ્રવૃત્તો જાયતો રાગા: ઓશોએ અષ્ટાવક્ર ગીતાને ભગવદ્ ગીતાથી પણ વધારે મહત્વ આપ્યું છે.અષ્ટાવક્રનાં સૂત્ર ક્લીષ્ટ છે અધિકારી વક્તા જ સમજાવી શકે છે.ઓશો એની તુલના કરી શકે છે. ભગવતગીતા કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં ગાવી પડી અને અષ્ટાવક્રએ બુદ્ધ-જનક પાસે ગીતા ગાયેલી છે. પ્રવૃત્તિ રાગને જન્મ આપે છે.આપણે જેટલી પ્રવૃત્તિ વધારીએ એટલે રાગ વધારે વધે છે.નિવૃત્તો દ્વૈષ એવહિ-નિવૃત્તિ થી દ્વેષ ઉત્પન્ન થાય છે.આ બીજું સૂત્ર સમજવામાં અઘરું છે કોઈક પહોંચેલો ફકીર સમજાવી શકે.બાપુએ કહ્યું કે મૌનને સાંભળી લે એને જ મોનસૂન કહે છે!માણસનું મૌન ભીનુ હોવું જોઈએ સૂકું નહીં.પહોંચેલો મહાપુરુષ રાત્રે શા માટે જાગે છે?એ તો તંદુરસ્ત છે અને અનિંદ્રાનો રોગ પણ નથી!પરંતુ ઈશનું ચિંતન અને શિષ્ય ની ચિંતા. આપણું મૌન હર્યું-ભર્યું હોવું જોઈએ.સરસ્વતી ગાનમાં પણ તાલ,વાદ્ય વગેરેનો મિલાપ-સંગત છે. ધ્યાનમાં પણ કોઈ ઓમ,કોઈ નિરાકાર,કોઈ સહયોગ તો છે જ પરંતુ આ મેકલસુતા-તેનું શાસ્ત્રીય નામ રેવા છે એ કુમારી છે,કોઈને મળતી નથી,એટલા માટે તેના દર્શનનો ખૂબ મોટો મહિમા છે.તુલસીજીએ દર્શન શબ્દ સૌથી પહેલા લખ્યો છે:

દરસ પરસ મજ્જન અરુ પાના,હરહિ પાપ કહ બેદ પુરાના.

ત્યાં લખ્યું છે કે મેકલ પર્વતને ત્યાં એક પુત્રી જન્મી, ખુબ સુંદર યુવાન થઈ,બાપે વિચાર્યું કે એના લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે કરું એક દુર્લભ ફૂલ જે યુવક લાવશે તેની સાથે લગ્ન કરીશ એવી શરત રાખી.અને અહીં શોણભદ્ર જે નદી નથી પરંતુ નદ છે-પુરૂષ છે. અહીં ત્રણની ઉત્પત્તિ છે:રેવા,શોણભદ્ર અને સુહાલી.સોનભદ્ર મહાનદ છે,નદી નથી. જે દુર્લભ ફૂલ લઈને આવે છે,મેકલ પાકુ કરે છે પરંતુ મેકલસુતાને થયું કે પરીક્ષા કરીએ આથી તેની સખી સુહાલી ને કહે છે કે તું શોણભદ્રને મળીને તપાસ કર,તે તપાસ કરવા જાય છે અને મોહિત થઇ જાય છે,પાછી જ આવતી નથી.મેકલ કન્યા વિચારીને શોધવા નીકળે છે,જુએ છે તો બંને વિહાર કરીને સાથે દેખાય છે.સ્વભાવિક જ દુઃખ થાય છે અને તેણે નિર્ણય કર્યો કે હવે કોઈ સાથે લગ્ન નહીં કરું.અને બધા ચાલે એના કરતા ઉલ્ટા પ્રવાહથી ચાલીશ.રોષ માણસને ઉલ્ટા ચાલવાનું શીખવે છે.બધી જ નદીઓ બંગાળની ખાડીને મળે છે પરંતુ રેવા અરબ સાગરને મળે છે. આથી મનિષીઓએ શરણાગતિની સરિતા કહી છે, શરણાગતિનો પ્રવાહ માન્યો છે.આપણી શરણાગતિ કુંવારી હોવી જોઈએ,વ્યભિચારીણી ન હોવી જોઈએ,અનટચ હોવી જોઈએ.આ વહેતું મંદિર છે, પ્રવાહમાન મંદિર છે.શરણાગતિ રૂપી પ્રવાહને વિઘ્ન શંકરાચાર્યજીએ બતાવ્યા છે:તેને નક્ર,વક્ર,ચક્ર વગેરે શબ્દો લખ્યા છે.ભીષ્મની બુદ્ધિ પણ કુંવારી છે.હું અને તમે આટલી વસ્તુઓથી સાવધાન રહીએ તો ખૂબ મોટો ફાયદો થશે.આપણી શરણાગતિ કુંવારી હોવી જોઈએ અને રિસાઈને નહીં પણ રીજીને તેમાં રહેવું જોઈએ.એક બાજુ દેવી સંપદા અને બીજી બાજુ છ જેટલી આસુરી સંપદાની વાત કહી છે.કૃષ્ણ કહે છે એક છે:દંભ- દંભનો નિવાસ ક્યાં છે?બુદ્ધિ, ચિત્ત,અહંકાર,હાથ,પગ?ક્યાં રહે છે?અહીં બતાવ્યું છે કે:ધન મદ મત પરમ વાચાલા; ઉગ્ર બુદ્ધિ ઉર દંભ વિશાલા.દંભ ઉરમાં-હૃદયમાં રહે છે.જ્યાં પ્રભુને રહેવાનું છે ત્યાં દંભાસૂર બેઠો છે.આ ઉપદેશ નથી વાતો છે,મેં જે શિખ્યું છે તે આપને શીખવતો નથી માત્ર બતાવી રહ્યો છું!બાપુએ કહ્યું કે મારા દાદાની પાઘડીએ સત્ય આપ્યું,પોથીએ પ્રેમ આપ્યો અને પાદુકાએ કરુણા આપી,બસ,વાત ખતમ! જે જ્ઞાની હોય છે એ પાદુકાથી લઇ અને મસ્તકની યાત્રા કરે છે પણ કરુણાને ભૂલી જાય છે,આપણે ભૂલી જઈએ છીએ કે ગ્રંથની પણ કૃપા છે,ગ્રંથની કૃપાને ક્યારેય ન ભૂલો.પણ માણસ ઉપર અને ઉપર જાવા ચાહે છે પરંતુ પ્રેમ-પ્રેમીની યાત્રા ઉપરથી નીચેની હોય છે.દંભ ખૂબ મોટું આસુરી તત્ત્વ છે.દર્પ-અભિમાન:આ બન્નેમાં થોડોક ફરક છે અભિમાન એ છે કે જે એવું વિચારે છે કે હું સૌથી ઉપર અને બધા જ મારાથી નીચા છે એવો ખ્યાલ,એવો વિચાર.અને દર્પ એવું વિચારે છે કે હું જ્યાં છું ત્યાં જ છું પણ મારાથી તો બધા નીચે છે.નક્ર-મગરની પીઠ અને ત્રીજું છે ચક્ર- ભંવર-વમળ:જે કોઈને બહાર આવવા દેતું નથી.તેની જળો જેવી વક્રગતિ છે કે પાણીમાં તેનો માર્ગ પણ દેખાય છે.અજ્ઞાન પણ આસુરી સંપદા છે.બાપુએ કહ્યું કે શરણાગતિમાં ખૂબ વિચારીને જ આવવું જોઈએ.કદાચ એક જનમ વધુ લેવો પડે તો પણ લઈ પણ ખૂબ ઉતાવળ ન કરવી.તો અહંકાર રૂપી નક્ર,બૌધિક ભંવર અને સ્વભાવની વક્રતાને કારણે આપણી પવિત્ર કુમારી શરણાગતિ પ્રવેશ કરી શકતી નથી.અમરકંટકનું શાસ્ત્રીય નામ આમ્રકૂટ છે.કૂટ એટલે પહાડી અને આમ્ર એટલે મીઠાશ.

કથાપ્રવાહમાં નામમહિમાનું સવિસ્તર ગાન કરી યાજ્ઞવલ્ક્યએ ભરદ્વાજજી પાસે જિજ્ઞાસા કરી રામ તત્ત્વ શું છે?પ્રથમ શિવ કથાનો પ્રારંભ થઇ રહ્યો છે એ પ્રસંગ પર આજની કથા અને વિરામ અપાયો.

 

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •