રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર


આજ રોજ તા.31/07/2021ના રોજ મહુધા મુકામે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લો અને મહુધા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ગુરૂવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેની શરૂઆત સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી.મહુધા તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી બળવંતસિંહ દ્વારા મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરી પરિચય આપવામાં આવ્યો. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ.અજયસિંહ ચૌહાણે સાંપ્રત સમયમાં શિક્ષકની ભૂમિકા અને સજ્જતા વિશે વાત કરી તથા ફિનલેન્ડની શિક્ષણ વ્યવસ્થા અને માતૃભાષામાં શિક્ષણ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી.
ત્યાર બાદ મુખ્ય મહેમાન ડૉ.અર્પિત પાટડીયાએ પ્રાથમિક શિક્ષણમાં પ્રાથમિક શિક્ષકોની કામગીરી કેટલી કઠિન છે તેના વિશે ચર્ચા કરી ગુરુ અને શિક્ષકમા શુ તફાવત છે તે જણાવ્યું.ભારતની ગુરુ શિષ્ય પરંપરા વિશ્વમાં આગવી છે તેની પણ છણાવટ કરી. અંતે કલ્યાણ મંત્રથી કાર્યક્રમ ની પૂર્ણાહૂતિ કરાઇ.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મંત્રી મનુભાઈ ઠાકોર દ્વારા કરાયું. આજના ગુરુવંદના કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના પ્રાથમિક વિભાગના સંગઠન મંત્રી શ્રી અરૂણકુમાર જોષી, માધ્યમિક વિભાગના સંગઠન મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ રાવલજી ઉપરાંત જિલ્લાના અધ્યક્ષ, મંત્રી સહિત સમગ્ર જિલ્લા કારોબારી સભ્યો, દરેક તાલુકાના અધ્યક્ષ,મંત્રી સહિત તાલુકા કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા .

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •